ગુજરાતમાં કોરોના વિસ્ફોટને પગલે વાઇબ્રન્ટ સમિટ મોકૂફ ફ્લાવર શૉ રદ્દ કરાયો
ગુજરાતમાં કોરોનાના સંક્રમણ વચ્ચે સરકારે વાઇબ્રન્ટ સમિટની સાથે સાથે ફ્લાવર શૉ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. તથા અમદાવાદ રિવરફ્રન્ટ પર ફ્લાવર શોને આખરી ઓપ આપવામાં આવી રહ્યો હતો. જેમાં વધતા કોરોના કેસો વચ્ચે 7 લાખ રંગબેરંગી ફૂલો અને વિવિધ સ્કલ્પ્ચર તૈયાર કરી દેવામાં આવ્યા હતા. તથા કોરોનાની ગાઇડલાઇનના પાલન માટે ઓનલાઇન બુકીંગ અને સોલિડ વેસ્ટની ટિમો તહેનાત રખાઇ હતી. પણ કોરોનાના વધાતા કેસ સામે હવે અમદાવાદમાં ફ્લાવર શો પણ રદ્દ થયો છે. ફલાવર શોમાં ફ્લાવર પાર્કની અંદર જ એક આર્ટિફિકેશિલ લેક તૈયાર કરવામાં આવ્યું હતુ. આ લેકની અંદર મ્યુઝિકલ ફાઉન્ટન્ટ અને આસપાસમાં હજારોની સંખ્યામાં વિવિધ ફૂલો લગાવવામાં આવ્યા હતા. તેમજ સેલ્ફી લવર માટે 15 જેટલા સ્થળો પર સેલ્ફી પોઇન્ટ ઉભા કરવામાં આવ્યા હતા.
કાઈટ ફેસ્ટિવલ પણ રદ્દ
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ જેટ ગતિએ ફેલાઈ રહ્યું છે ત્યારે આજે રાજ્ય સરકાર દ્વારા જાન્યુઆરી માસમાં યોજાનારા 3 મોટા કાર્યક્રમો રદ્દ કરાયા છે જે અંતર્ગત વાઈબ્રન્ટ સમિટ અને ફ્લાવર શૉની સાથે અમદાવાદમાં યોજાનાર પતંગોત્સવ (કાઈટ ફેસ્ટિવલ) પણ રદ્દ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
- Advertisement -
ફ્લાવર શૉ રદ્દ કરાયો
ગુજરાતમાં કોરોનાના સંક્રમણ વચ્ચે સરકારે વાઇબ્રન્ટ સમિટની સાથે સાથે ફ્લાવર શૉ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. તથા અમદાવાદ રિવરફ્રન્ટ પર ફ્લાવર શોને આખરી ઓપ આપવામાં આવી રહ્યો હતો. જેમાં વધતા કોરોના કેસો વચ્ચે 7 લાખ રંગબેરંગી ફૂલો અને વિવિધ સ્કલ્પ્ચર તૈયાર કરી દેવામાં આવ્યા હતા. તથા કોરોનાની ગાઇડલાઇનના પાલન માટે ઓનલાઇન બુકીંગ અને સોલિડ વેસ્ટની ટિમો તહેનાત રખાઇ હતી. પણ કોરોનાના વધાતા કેસ સામે હવે અમદાવાદમાં ફ્લાવર શો પણ રદ્દ થયો છે. ફલાવર શોમાં ફ્લાવર પાર્કની અંદર જ એક આર્ટિફિકેશિલ લેક તૈયાર કરવામાં આવ્યું હતુ. આ લેકની અંદર મ્યુઝિકલ ફાઉન્ટન્ટ અને આસપાસમાં હજારોની સંખ્યામાં વિવિધ ફૂલો લગાવવામાં આવ્યા હતા. તેમજ સેલ્ફી લવર માટે 15 જેટલા સ્થળો પર સેલ્ફી પોઇન્ટ ઉભા કરવામાં આવ્યા હતા.
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે ગુજરાત સરકારે વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. 10થી 12 જાન્યુઆરી 2022 દરમિયાન યોજાનારી 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ હાલપૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. વાઇબ્રન્ટ ગુજરાત ઈન્વેસ્ટર્સ સમિટ યોજવા માટે સરકારે છેલ્લા 2 મહિનાથી તૈયારીઓ શરૂ કરી હતી. આ વાઇબ્રન્ટ સમિટમાં દેશના જાણીતા ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, કે.એમ બિરલા, સુનીલ ભારતી મિત્તલ, અશોક હિન્દુજા, એન. ચંદ્રશેખરન, અને હર્ષ ગોએન્કા હાજર રહેવાના હતા. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં 26 દેશ પાર્ટનર ક્ધટ્રી-દેશ તરીકે જોડાયા હતા. છેલ્લા બે દાયકાથી આ સમિટને પગલે વિશ્વ માટે ગુજરાત ગેટવે ઓફ ઇન્ડિયાની ભૂમિકા ભજવી રહ્યું છે. અગ્રણી દેશો, જેવા કે જર્મની, ફ્રાંસ, ઇટાલી, કેનેડા, ઓસ્ટ્રેલિયા, જાપાન , રશિયા ઇઝરાયલ, સિંગાપોર,સ્વીડન, સાઉથ કોરિયા, ડેન્માર્ક, અને ફિનલેન્ડ સહિત અન્ય દેશો સમિટમાં ભાગ લેવાના હતા. મુખ્યમંત્રીએ આ બધી જ બાબતોને લક્ષમાં લેતાં રાજ્યના સૌ નાગરિકોના વિશાળ હિતમાં આગામી તા. 10થી 12 જાન્યુઆરી 2022 દરમિયાન યોજાનારી 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ હાલપૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.