આજે બોલીવુડના જાણીતા ફિલ્મ નિર્માતા નીતિન મનમોહનનુ નિધન થયુ છે. હાર્ટ એટેકને કારણે તેમને મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા.
પ્રોડ્યુસર નીતિન મનમોહનનુ થયુ નિધન
- Advertisement -
90ના દાયકામાં દર્શકોને એકથી વધુ એક સુપરહિટ ફિલ્મો આપનારા પ્રોડ્યુસર નીતિન મનમોહનનુ આજે નિધન થયુ છે. થોડા દિવસ પહેલા તેમને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. અત્યાર સુધી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. તો આજ સવારે તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધુ. મીડિયા રિપોર્ટસ મુજબ ગત 4 ડિસેમ્બરે અચાનક નીતિન મનમોહનને હાર્ટ એટેક આવ્યો હતો. તે સમયે તેઓ મુંબઈમાં પોતાના ઘરે હતા. હાર્ટ એટેકને પગલે બેહોશ થતા તેમને તાત્કાલિક મુંબઈની કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. ડૉક્ટર્સ મુજબ તેમની તબિયત અત્યંત ગંભીર હતી. તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં હતા.
Veteran filmmaker Nitin Manmohan passes away in Mumbai.
— ANI (@ANI) December 29, 2022
- Advertisement -
નીતિન મનમોહનની તબિયત અત્યંત થઇ હતી ખરાબ
ઉલ્લેખનીય છે કે પ્રોડ્યુસર નીતિન મનમોહને બોલ રાધા બોલ, લાડલા અને દસ જેવી અનેક સુપરહિટ ફિલ્મો દર્શકોને આપી છે. હાર્ટ એટેક આવ્યાં બાદ નીતિન મનમોહન હોસ્પિટલમાં ડૉકટરોની દેખરેખમાં હતા. ડૉક્ટર્સ મુજબ પ્રોડ્યુસર પર દવાનો અસર તો થતી હતી. પરંતુ તેમની તબિયતમાં કોઈ ખાસ ફેરફાર દેખાતો ન હતો.