કોંગ્રેસ, NSUI અને સાથે વિદ્યાર્થીઓએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે ભગવાન રામના પોસ્ટર લઇને વિરોધ કર્યો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં વિદ્યુત સહાયકના ઉમેદવારોના વિરોધનો પાંચમો દિવસ છે. જેમાં સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી શ્રીરામના બેનર સાથે લઈને રામધૂન બોલાવી હતી. મહત્ત્વનું છે કે, આજે કોંગ્રેસ, ગજઞઈં અને સાથે વિદ્યાર્થીઓએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે ભગવાન રામના પોસ્ટર લઇને વિરોધ કર્યો હતો. જેમાં સરકારને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો. રાજકોટમાં ઙૠટઈક કચેરી ખાતે છેલ્લા પાંચ દિવસથી સતત વિદ્યુત સહાયકની ભરતીને લઈને ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. ટાઢ અને તાપમાં બેસીને ન્યાયની લડત આપી રહ્યા છે. આ આંદોલનમાં કોંગ્રેસના આગેવાનો અને ગજઞઈં પણ જોડાયું છે. તેમ છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉમેદવારો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.
- Advertisement -
વિદ્યુત સહાયકના ઉમેદવારોના પ્રશ્ર્નનો યોગ્ય નિકાલ લાવવા શક્તિસિંહ ગોહિલની ઊર્જામંત્રીને રજૂઆત
છેલ્લા 4 દિવસથી આપણા ગુજરાતના 400થી વધારે યુવાનો પોતાની ન્યાયની માગણી સાથે પીજીવીસીએલ કચેરી રાજકોટ ખાતે ધરણાં ઉપર બેઠા છે, કડકડતી ઠંડીમાં રોડ ઉપર સૂઈ રહે છે. તેઓના પ્રશ્ર્નોના સાંભળી સત્વરે નિકાલ લાવવા શક્તિસિંહ ગોહિલ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. હજુ સુધી કોઈપણ સિનિયર અધિકારીએ સંવાદ પણ કર્યો નથી. તેઓની રજૂઆત છે કે પીજીવીસીએલ વિદ્યુત સહાયક 1-1-23 મુજબ આશરે 6300 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી પણ પીજીવીસીએલ દ્વારા જીએસઓ-4 ખાલી જગ્યાઓ હોવા છતાં ભરતી કરવામાં આવતી નથી. વિદ્યાર્થીઓ દ્વારા આરટીઆઈ કરી 46 જેટલી શાખાઓમાંથી ખાલી જગ્યાઓ માટે માહિતી માગી હતી જેમાં લગભગ 8 જેટલા ડીવીઝનમાં લગભગ 361 જેટલી જગ્યાઓ ખાલી છે તે માહિતી આપી હતી. બાકી ડીવીઝનોએ માહિતી આપી ન હતી. યુવાનોની માગણી છે કે જીએસઓ-4 મુજબ ખાલી જગ્યાઓમાં તાત્કાલિક ભરતી કરવામાં આવે અને પરીક્ષાર્થીઓનો મેરિટ લિસ્ટનો સમયગાળો પણ 14 દિવસ બાકી છે તો આ સમય ગાળો વધારવામાં આવે. આ અંગે સત્વરે યોગ્ય થવા શક્તિસિંહ ગોહિલે ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈને રજૂઆત કરી છે.