ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.29
સમસ્ત બ્રહ્મસમાજ અને બર્ડાઈ બ્રહ્મસમાજ માટે ગૌરવની ક્ષણ ગણાવાઈ વડોદરાની બેઠક પર ભાજપે બ્રહ્મસમાજને પ્રતિનિધિત્વ આપતા પોરબંદરમાં ખુશીની લાગણી જોવા મળી છે અને તેને ગૌરવની ક્ષણ ગણવામાં આવી છે.પોરબંદર જીલ્લા બર્ડાઇ અને સમસ્ત બ્રહ્મસમાજ માટે એ ખૂબ જ ગૌરવ અને આનંદની વાત છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વડોદરા બેઠક ના ઉમેદવાર તરીકે ડો.હેમાંગ જોશીની પસંદગી કરવામાં આવી છે. ડો. હેમાંગ જોશી મુળ ભાણવડના વતની ભગવાનજી ભીમજી જોશી ના પૌત્ર યોગેશભાઇના પુત્ર થાય છે ભગવાનજીબાપા આભપરાના યોગી ત્રિકમજીબાપુના પરમ ભક્ત હતા અને તેઓએ પોતાનુ જીવન ત્રિકમજી બાપુને સમર્પિત કરેલ હતુ.
- Advertisement -
તેઓ ત્રિકમજીબાપુની ભાણવડ ગામે આવેલ બાપુની વાવ જગ્યા સંભાળતા હતા અને બાપુની વાવનો ખૂબ વિકાસ કરેલ જેના ફળ સ્વરુપ આવા હોનહાર પ્રપોત્ર હેમાંગ જોશી પ્રાપ્ત થયેલ ડો.હેમાંગ જોશી વડોદરામાં શહેર કક્ષાના ભાજપના યુવાન આગેવાન છે. તેઓ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (વી.એમ.સી.)ના સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન છે.