હવામાન વિભાગની આગાહી મુજબ આવનાર 2-3 દિવસ રહેશે વાદળછાયું વાતાવતરણ
પૂર પાટ ઝડપે પવન સાથે વરસાદ પાડવાની શક્યતા
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.17
- Advertisement -
પોરબંદરમા છેલ્લા ઘણા સમયથી તાપમાનનો પારો ઊંચકાયો હતો જેને કારણે ગ્રામજનો અકળાયા હતા. અને અગાઉ હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ દરિયામાં થયેલ લો પ્રેશરને કારણે લા-નીલા નામના વાવાઝોડાની ભીતિ દર્શાવી હતી જેને લઈ વાતાવરણમાં સવારથી જ પલટો આવ્યો હતો. પવનની ગતિ ઘટી જતાં બફારાનું પ્રમાણ વધી જતા લોકો પરસેવે રેબઝેબ થયા છે. આ વર્ષે ચોમાસુ જલ્દી બેશસે અને છેલા 2 દિવસમાં વાવાઝોડા ને કારણે ગુજરાતનાં અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસતા અનેક પાકોને અને કેરીને નુકશાન થવાનો ડર ખેડૂતોમાં સતાવી રહ્યો છે. અને વહેલા ચોમાસાને કારણે શહેરના અધિકારિયો દ્વારા મિટિંગ યોજી પ્રિમોનસુન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
આ વર્ષે ગરમીએ લોકોને મુશ્કેલીમાં મૂક્યા હતા અને નાના બાળકોથી લઈ મોટેરાઓ સુધી તમામ તડકાથી ત્રાહિમામ પોકારી રહ્યા હતા. એવા વાતાવરણ વચ્ચે છેલા 2 દિવસથી પોરબંદર વાતાવરણમાં પલટો આવતા શહેરમાં ઠંડક પ્રસરી ગઈ હતી. અને શમી સાંજના સમયે વાદળો ઘેરતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા અને આ વાતાવરણની મજા લેવા લોકો ચોપાટીએ અને બાગ-બગીચામાં ટહેલવા ઉમટી પડ્યા હતા. તો આ સાથે જ ગુરુવારે પણ સવારથી જ વાદળ ઘેરતા તાપમાનમા આંશિક ઘટાળો જોવા મળ્યો હતો. જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી સુર્યદેવતા સતત ગરમ થતાં હતા, કાળઝાળ ગરમીને કારણે તાપમાન 37થી 40 ડીગ્રી સુધી પહોંચી રહ્યું હતું. ત્યારે આજરોજ સવારથી પોરબંદરના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. સવારથી જ વાદળછાંયુ વાતાવરણ સર્જાયું છે અને પવનની ગતિમાં નોંધપાત્ર ઘટાડો થઈ ગયો છે.
જેને લઇને બફારાનું પ્રમાણ વધી જતાં લોકો પરસેવે રેબઝેબ થઇ ગયા છે. તેમજ હાલ પોરબંદર જિલ્લામાં ચાલી રહેલ ગરમીથી બચવા માટે લોકો કૂલર, પંખા એસીનો સહારો લે છે જોકે વાતાવરણમાં આવેલા પલટાને લઈને પોરબંદર જિલ્લાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જો કમોસમી વરસાદ થશે તો કેરી સહિતના પાકોને નુકસાન થશે કારણ કે હાલ કેરીનો પાક સંપૂર્ણ રીતે તૈયાર થવાની અણી પર છે.