મુંબઈમાં સતત 11 દિવસથી વરસાદ, આજે પણ હાઇઅલર્ટ
મુંબઇમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની દસ્તક બાદથી જ સતત વરસાદનો સિલસિલો ચાલુ છે. ધોધમાર વરસાદના લીધે અંધેરી સબવેમાં પાણી ભરાઇ ગયું છે. સાંતાક્રૂઝ, અંધેરી સહિત કેટલાંય વિસ્તારોમાં ભારે વરસાદના લીધે પાણી ભરાતા સ્થાનિક લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન ખાતા દ્વારા મુંબઈમાં 13 અને 14 જૂનએમ બે દિવસ અતિવૃષ્ટિ થવાની આગાહી કરાઇ છે. અતિવૃષ્ટિની આગાહીને પગલે મુંબઈ મહાનગરપાલિકાએ પોતાની તમામ યંત્રણાને ફરી એક વખત એલર્ટ મોડ પર રાખી દીધી હતી. પાલિકાએ નાગરિકોને દરિયા કિનારા પાસે નહીં જવાની ચેતવણી આપી છે.
- Advertisement -
તેમ જ મુંબઈના તમામ 24 વોર્ડના કંટ્રોલ રૂમને હાઈ એલર્ટ પર રહેવાનું અને તમામ વોર્ડ માટે આવશ્યક મનુષ્ય બળ અને સાધનસામગ્રીથી સજ્જ રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.