રેસકોર્ષ સંકુલ હસ્તક અને મવડી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષની રમત-ગમત માટે રજિસ્ટ્રેશન તા.27 જૂનથી શરૂ
મવડી સ્પોર્ટ્સ સંકુલમાં 3 મહિનામાં ટેનિસ, બાસ્કેટ બોલ, વોલીબોલ સહિતની રમતો માટે 552 સભ્યો નોંધાયા
- Advertisement -
પેડક રોડ પર આવેલો મનપા સંચાલિત સ્વિમીંગ પુલ મેન્ટેનન્સના લીધે 9 મહિના માટે બંધ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મનપા સંચાલિત સિન્થેટિક એથ્લેટિક ટ્રેક, બાસ્કેટ બોલ કોર્ટ, ટેનિસ કોર્ટ અને રેસકોર્સ જિમ (મેલ) તથા નાનામવા મલ્ટિ એક્ટિવિટી સેન્ટર ખાતે આવેલા મહિલા જિમનું માસિક, વાર્ષિક તથા ત્રિમાસિક સત્રો માટે સભ્યો અંગેનું રજિસ્ટ્રેશન 27 જૂનથી શરૂ થશે. જ્યારે એપ્રિલ માસમાં ત્રણ માસ માટે રેસકોર્સના સિન્થેટીક એથ્લેટીક ટ્રેક માટે 3158, ટેનિસ કોર્ટમાં 55, બાસ્કેટ બોલમાં 109, વિવિધ જીમમાં 1216, વોલીબોલ માટે 25 એમ મળીને કુલ 4563 નોંધાયા હતા. જ્યારે શ્રી સરદાર વલલ્ભભાઇ પટેલ સ્નાનાગાર, કોઠારીયા રોડ પર 2576, શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્નાનાગારમાં 2797, શ્રી લોકમાન્ય તિલક સ્નાનાગાર, રેસકોર્સમાં 1939, શ્રી સ્વામી વિવેકાનંદ સ્નાનાગાર, પેડક રોડ પર 2066 શ્રી જીજાબાઇ સ્નાનાગાર, સાધુ વાસવાણી રોડમાં 605 સભ્યો નોંધાયા છે.
મવડી પાળ રોડ પર નિર્મિત આધુનિક ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 3 મહીનામાં કુલ 552 સભ્યો નોંધાયા હતા. જેમાં ટેનિસ કોર્ટમાં 65, વોલીબોલમાં 93, બાસ્કેટ બોલમાં 68, બેડમિન્ટન કોર્ટમાં 326 સભ્યોએ ભાગ લીધો હતો. રેસકોર્ષ સંકુલ હસ્તકની રમતગમત સુવિધાઓનું માસિક, ત્રીમાસિક તથા સ્નાનાગારની સુવિધાઓનુ ત્રીમાસીક રજિસ્ટ્રેશન તથા નવનિર્મિત મવડી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ રમતગમત સુવિધાઓનું ત્રિમાસિક રજીસ્ટ્રેશન તા.27/06/2025 શુક્રવારના રોજ સવારે 11:00 કલાકથી ૂૂૂ.ળિભ.લજ્ઞદ.શક્ષ પરથી ઓનલાઇન તથા રાજકોટ મહાનગરપાલિકાહસ્તકના તમામ સિવિક સેન્ટર તથા વોર્ડ ઓફીસ ખાતે થઇ શકશે.