ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
2019ના પુલવામા આતંકવાદી હુમલામાં વપરાયેલી વિસ્ફોટક સામગ્રી ઈ-કોમર્સ વેબસાઇટ એમેઝોન પરથી ખરીદવામાં આવી હતી. વિશ્ર્વભરમાં આતંકવાદી ભંડોળ પર નજર રાખતી સંસ્થા ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (ઋઅઝઋ)એ તેના રિપોર્ટમાં આ વાતનો ખુલાસો કર્યો છે.
આ રિપોર્ટમાં, FATFએ 2022માં યુપીના ગોરખપુરમાં ગોરખનાથ મંદિર પર થયેલા હુમલાનો પણ ઉલ્લેખ કર્યો છે. આ બંને કિસ્સાઓને ઉદાહરણ તરીકે ટાંકીને સંગઠને ચેતવણી આપી છે કે જો ઈ-કોમર્સ અને ડિજિટલ પેમેન્ટ સેવાઓ ખોટા હાથમાં જાય, તો તે આતંકવાદને પ્રોત્સાહન આપવાનું માધ્યમ બની શકે છે.
આ રિપોર્ટમાં આતંકવાદ માટે ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કેવી રીતે થઈ રહ્યો છે તે સમજાવવામાં આવ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આતંકવાદી સંગઠનો હવે પરંપરાગત ભંડોળ પદ્ધતિઓની સાથે ઓનલાઈન પેમેન્ટ્સ, ગેમિંગ પ્લેટફોર્મ્સ, સોશિયલ મીડિયા અને ઈ-કોમર્સ સાઇટ્સ જેવા ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરી રહ્યા છે. FATFએ વિશ્ર્વભરની સરકારો અને ડિજિટલ કંપનીઓને ચેતવણી આપી છે કે તેઓ આ પ્લેટફોર્મના દુરુપયોગને રોકવા માટે નક્કર પગલાં લે, કારણ કે તે હવે આતંકવાદી સંગઠનો માટે એક નવું અને અસરકારક માધ્યમ બની રહ્યા છે.
- Advertisement -
આ FATF રિપોર્ટનું નામ ’ટેરરિસ્ટ ફાઇનાન્સિંગ રિસ્ક પર વ્યાપક અપડેટ’ છે. આ 131 પાનાનો રિપોર્ટ સમજાવે છે કે આતંકવાદને ભંડોળ આપવાની પદ્ધતિઓ કેવી રીતે બદલાઈ રહી છે.
અહેવાલમાં જણાવાયું છે કે ઘણા દેશોમાં હજુ પણ આતંકવાદી ભંડોળને સમજવા અને અટકાવવાની ક્ષમતામાં મોટા અંતર છે, અને જો આનો સમયસર ઉકેલ લાવવામાં નહીં આવે, તો આતંકવાદી સંગઠનો હાલની નબળાઈઓનો ઉપયોગ કરવાનું ચાલુ રાખશે. તે સમજાવે છે કે આતંકવાદી સંગઠનો તેમની કામગીરી ચાલુ રાખવા અને હુમલાઓ કરવા માટે આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવસ્થાનો ઉપયોગ કેવી રીતે કરે છે.
ગોરખનાથ મંદિર પર હુમલો કરનારનો પણ વિદેશી કનેક્શન
- Advertisement -
ગોરખનાથ મંદિરમાં પોલીસકર્મી પર હુમલો કરનાર મુર્તઝા અબ્બાસીને સુરક્ષા કર્મચારીઓએ પકડી લીધો હતો. ગોરખનાથ મંદિરમાં પોલીસકર્મી પર હુમલો કરનાર મુર્તઝા અબ્બાસીને સુરક્ષા કર્મચારીઓએ પકડી લીધો હતો. FATF રિપોર્ટમાં આપેલું બીજું ઉદાહરણ 4 એપ્રિલ, 2022ના રોજ યુપીના ગોરખપુરમાં ગોરખનાથ મંદિર પર થયેલો હુમલો હતો. આમાં એક વ્યક્તિએ ત્યાં હાજર સુરક્ષા કર્મચારીઓ પર ધારદાર દાતરડાથી હુમલો કર્યો હતો. આમાં સૈનિક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટનાના આરોપી મુર્તઝા અબ્બાસીના મોબાઇલ અને લેપટોપમાંથી પોલીસે ધાર્મિક પુસ્તકો, તીક્ષ્ણ હથિયારો, જેહાદી વીડિયો જપ્ત કર્યા હતા. FATF એ આ કેસની તપાસ કરતી વખતે શોધી કાઢ્યું કે હુમલાખોરે ઙફુઙફહ દ્વારા લગભગ 6.7 લાખ રૂૂપિયા વિદેશમાં ટ્રાન્સફર કર્યા હતા. ઉપરાંત, તેણે ટઙગનો ઉપયોગ કરીને પોતાનો ઈંઙ એડ્રેસ છુપાવ્યો અને પોતાના વ્યવહારો ગુપ્ત રાખ્યા. આ વ્યવહારોમાં શંકાસ્પદ પ્રવૃત્તિને કારણે ઙફુઙફહ તેનું ખાતું બંધ કરી દીધું, જેથી ગેરકાયદેસર ભંડોળનો વધુ ઉપયોગ અટકાવી શકાય.
ઓનલાઈન શોપિંગનો ઉપયોગ મની લોન્ડરિંગ માટે પણ થઈ શકે
FATF રિપોર્ટ કહે છે કે ઓનલાઈન શોપિંગનો ઉપયોગ મની લોન્ડરિંગ માટે પણ થઈ શકે છે. એટલે કે, પૈસાની વાસ્તવિક ઓળખ છુપાવવા માટે તેનો ઉપયોગ એક પ્રકારની વ્યવસાય યોજના તરીકે થઈ શકે છે. આમાં, એક વ્યક્તિ માલ ખરીદે છે અને તેને તેના એક મિત્રને મોકલે છે, જે તે માલ બીજા દેશમાં વેચે છે. આ પૈસાનો ઉપયોગ પછી આતંકવાદ માટે થાય છે. FATFએ જણાવ્યું હતું કે આતંકવાદી સંગઠનોને ઘણા દેશોની સરકારો તરફથી સીધી કે આડકતરી રીતે મદદ મળી રહી છે, જેમ કે નાણાકીય સહાય, શસ્ત્રો, તાલીમ અથવા અન્ય સંસાધનો. રિપોર્ટમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે આજે પણ કેટલાક દેશો તરફથી આવી મદદ ચાલુ છે.