બસમાં 21 લોકોના મોત સાથે 38થી વધુ ઘાયલ
ખાસ-ખબર ન્યૂઝ અફઘાનિસ્તાન, તા.18
- Advertisement -
દક્ષિણ અફઘાનિસ્તાનમાં એક ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. માહિતી અનુસાર એક બાઈક સાથે બસની ટક્કર થયા બાદ તે ટેન્કરમાં ઘૂસી ગઈ જેના લીધે બસનું કચ્ચરઘાણ વળી ગયું. આ દુર્ઘટનામાં 21 લોકોએ જીવ ગુમાવી દીધા.
અકસ્માત એટલો ભીષણ હતો કે બસમાં 21 લોકોના મોત સાથે 38થી વધુ લોકો ઘાયલ થયા હતા. સ્થાનિક ટ્રાન્સપોર્ટેશન વિભાગે આ માહિતી આપી હતી. હેલમંડથી સંચાલિત વિભાગે એક નિવેદન જાહેર કરતાં જણાવ્યું કે આ માર્ગ અકસ્માત રવિવારે સવારે દક્ષિણ કંધાર અને પશ્ચિમ હેરાત પ્રાંત વચ્ચે મુખ્ય હાઈવે હેલમંડ પ્રાંતના ગેરાશ્ક જિલ્લામાં સર્જાયો હતો. માહિતી અનુસાર એક ટ્રાન્સપોર્ટેશન અધિકારી કાદરતુલ્લાએ કહ્યું કે એક બાઈકચાલક સાથે બસની ટ્રક થયા બાદ તે બસ ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવતાં તે રોંગ સાઈડમાં એક ટેન્કર સાથે ભટકાઈ હતી. દુર્ઘટનામાં 38થી વધુ લોકો ઘવાયા હતા જેમાં 11ની હાલત ગંભીર હોવાની માહિતી છે જેના લીધે મૃતકાંક વધી શકે છે.