વાલ્મિકી સમાજ દ્વારા પાલિકા તંત્રને આવેદનપત્ર
ખાસ-ખબર સંવાદદાતા
હળવદ નગરપાલિકામાં રોષ્ટર પધ્ધતિથી સાત સફાઈ કામદારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાંથી ચાર સફાઈ કામદારો પોતાની કામગીરી નિયમિત નિભાવી રહ્યાં છે અને ત્રણ કર્મચારીઓમાં વિક્રમ ગાંધીએ રાજીનામું મુકેલ છે પરંતુ મંજૂર થયું નથી.
- Advertisement -
જ્યારે પ્રતાપભાઈ રબારી અને કુલદીપભાઈ પટેલ ફરજ નહીં નિભાવતા હોવા છતાં પણ પગાર નિયમિત ચૂકવવામાં આવી રહ્યો છે અને કોઈ રાજકીય સંડોવણી હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે. વધુમાં જણાવ્યું છે કે, 1995થી આજદીન સુધી કોઈ વાલ્મિકી સફાઈ કામદારની ભરતી કરવામાં આવી નથી. જેથી તેઓની કાયમી ભરતી કરવામાં આવે તેવી માંગ સાથે ગઇકાલે મોટી સંખ્યામાં વાલ્મિકી સમાજના સફાઈ કામદારોએ હળવદ નગરપાલિકા કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું.
સાથે આ મુદ્દાનો ચાર દિવસમાં યોગ્ય રસ્તો કરવામાં આવે. જો તેમ નહીં થાય તો તારીખ 30-06થી ગાંધી ચિંધ્યામાર્ગે પ્રતિક ઉપવાસ પર બેસશે અને જરૂર પડે તો હળવદ નગરપાલિકામાં તાળાબંધી, રસ્તા રોકો આંદોલન અને આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે. જેની તમામ જવાબદારી નગરપાલિકાની રહેશે તેમ જણાવ્યું હતું.