તલનું વાવેતર પૂર્ણ થયા બાદ હવે પાણીની જરૂરિયાત ઉભી થઈ છે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.24
સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદાના નીર થકી ખેડૂતો સમૃધ્ધ બનવાની વાતો માત્ર જાહેરાતો જ સાબિત થઈ છે જેને લઇ આજે પણ જિલ્લાના મૂળી પંથક સહિત 45 જેટલા ગામોમાં પાણીના અભાવે ખેડૂતોને વાવેતરમાં મોટું નુકશાન વેઠવું પડે છે તેવામાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પાણી પૂરું પાડવા માટે સૌની યોજના બહાર પાડવામાં આવી હતી જે યોજના થકી ગ્રામ્ય વિસ્તારોના તળાવો ભરી ખેડૂતોને વાવેતર માટે પાણી પૂરું પાડે તેવો હેતુ હતો જેને લઇ ખેડૂતો દ્વારા પણ સરકારના ધારાધોરણ મુજબ આ લાભ લેવા માટે રૂપિયા ભરી દીધા હતા અને હવે જ્યારે ઉનાળાની સિઝન શરૂ થઈ છે ત્યારે ખરા સમયે જ ખેડૂતોને પાણી નહીં મળતા પાણીનો પોકાર શરૂ થયો મૂળી પંથકના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ખેડૂતો દ્વારા હાલ તલનું વાવેતર પૂર્ણ કરી ચૂક્યા છે અને હવે પાણીની તાતી જરૂરિયાત ઉભી થઈ છે તેવામાં સૌની યોજના થકી પાણીના વાલ ખોલીને તળાવો ભરવાની કામ કરે જેથી ખેડૂતોને આ પાણીનો વાવેતરમાં ઉપયોગ કરી શકે છે આ તરફ મૂળી પંથકના તળાવો ખાલીખમ નજરે પડી રહ્યા છે જેના લીધે ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ , ખાતર અને દવાઓનો ખર્ચ કર્યા બાદ હવે માત્ર પાણી નહીં મળવાના લીધે આખી સિઝન ફેલ જાય તેવી ભિતી વર્તાય રહી છે ત્યારે સૌની યોજનામાં રૂપિયા ભરવા છતાં હવે જ્યારે ખેડૂતોને પાણીની જરૂરિયાત ઉભી થઈ છે ત્યારે ખરા સમયે જ પાણી નહીં મળતા ખેડૂતોને મોટું નુકશાન થઈ શકે છે.