સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ડ્રોનથી ઇફ્કો નૈનો યુરીયા છંટકાવ યોજનાનો કરવામાં આવ્યો પ્રારંભ, ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા કરી અપીલ
રાજ્યના ખેડૂતો હવે ખેતરમાં દવાનો છંટકાવ ડ્રોનની મદદથી કરી શકશે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ ક્ષેત્રે ડ્રોન ટેકનોલોજીમાં નવતર પ્રયોગનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. ગાંધીનગરના મોટા ઇસનપુરથી ઇફ્કો નેનો યુરિયા છંટકાવ યોજનાનો સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ કરાયો છે. આ તરફ કૃષિમંત્રી રાઘવજી પટેલના હસ્તે જામજોધપુર તાલુકામાં યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પહેલા તબક્કામાં 12 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. જેના થકી 1500 એકરના બે થી ત્રણ ગામોના ક્લસ્ટર બનાવી નેનો યુરીયાનો છંટકાવ કરવામાં આવશે.
- Advertisement -
ખેતરોમાં IFFCO તરલ નેનો યુરીયાના ડ્રોન દ્વારા છંટકાવ માટેની યોજનાનો આજે ગાંધીનગર જિલ્લાના ઇસનપૂર મોટા ગામેથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો. pic.twitter.com/rAojvaN0IM
— Bhupendra Patel (@Bhupendrapbjp) August 5, 2022
- Advertisement -
ડ્રોનથી યુરિયાના છંટકાવથી 95 ટકા પાણી બચશે- સીએમ ભૂપેન્દ્ર પટેલ
આ પ્રસંગે સીએમ દ્વારા જણાવ્યુ કે ખેડૂત કેવી રીતે આગળ આવે તેવા રાજ્ય સરકાર દ્વારા પ્રયાસો કર્યા છે. તમામ ક્ષેત્રમાં લેટેસ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરાઇ રહ્યો છે. પીએમ મોદી ખેડૂતો અને સામાન્ય લોકો કેવી રીતે આગળ આવે તે માટે પ્રયાસો કરે છે. ડ્રોનથી યુરિયાના છંટકાવથી 95 ટકા પાણીની બચત થશે. તેમજ આ પ્રસંગે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા સીએમ દ્વારા અપીલ કરવામાં આવી હતી.
કેટલી મળશે સહાય ?
રાજ્ય સરકાર દ્વારા સહાયનું ધોરણ ખર્ચના 90% અથવા વધુમાં વધુ રૂ.500/- બે માંથી જે ઓછુ હોય તે રકમ પ્રતિ એકર, પ્રતિ છંટકાવ મળવાપાત્ર થશે. ખાતર-જંતુનાશક દવાઓના મહત્તમ ઉપયોગ થકી ખેડૂતોની આવકમાં 40% વધારાની સાથે પર્યાવરણના પ્રદૂષણને નિયંત્રણમાં રાખી શકાય છે.
વહેલા તે પહેલાના ધોરણે અપાશે મંજૂરી
પ્રથમ યોજનામાં એટસોર્સ પદ્ધતિમાં કુલ રૂ.1200 લાખની જોગવાઈ કરવામાં આવી છે. જેના થકી 1500 એકરના બે થી ત્રણ ગામોના ક્લસ્ટર બનાવી નેનો યુરીયાનો છંટકાવ કરવામાં આવશે.જ્યારે બીજી યોજના અંતર્ગત આઈ-ખેડૂત પોર્ટલ પદ્ધતિમાં કુલ રૂ.2300 લાખની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં આઈ-ખેડૂત પોર્ટલ મારફત લાભાર્થી ખેડૂતે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને વહેલા તે પહેલાના ધોરણે જિલ્લા તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવશે. આઈ-ખેડૂત પોર્ટલ ગત તા.28 જુલાઈ 2022થી એક માસ સુધી ઓનલાઈન અરજીઓ માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું છે.
Live: ડ્રોન ટેકનોલોજી દ્વારા ઇફ્કો નેનો યુરિયા છંટકાવ યોજના, વર્ષ 2022 નો શુભારંભ. જિ: ગાંધીનગર
https://t.co/EYegM9QPoZ
— Bhupendra Patel (@Bhupendrapbjp) August 5, 2022
20 મીનીટમાં 1 હેક્ટરમાં 25 લીટર પાણી દ્વારા દવા છંટકાવ કરી શકાશે
કૃષિ ક્ષેત્રમાં ડ્રોન ટેકનોલોજીના ઉપયોગની સહાયકારી યોજનાથી ખુબ જ મોટા પ્રમાણમાં ફાયદાઓ થશે.ડ્રોન ટેકનોલોજી -કૃષિ વિમાનના ઉપયોગથી ફકત 20 મિનિટમાં 1 હેક્ટર જેટલા વિસ્તારમાં 25 લીટર પાણી દ્વારા દવા છંટકાવ કરી શકાશે. જેમાં રસાયણનો 90% થી વધુ અસરકારક ઉપયોગ કરી શકાય છે.
ખેડૂતોને શું થશે ફાયદો ?
ખાતર અને જંતુનાશક દવાઓના મહત્તમ ઉપયોગ થકી ખેડૂતોની આવકમાં 40% વધારો તથા પર્યાવરણના પ્રદૂષણને નિયંત્રણમાં રાખી શકાશે. આ ઉપરાંત ખેત મજૂરની સમસ્યાનું નિવારણ લાવી ખેડૂતોનું સ્વાસ્થ્ય, ઉદ્યોગસાહસિકતા અને રોજગારીની તકો ઊભી કરી શકાશે. રાજ્યના વધુમાં વધુ ખેડૂતો આ યોજનાનો લાભ મેળવે તેવો કૃષિમંત્રીએ અનુરોધ પણ કર્યો હતો.