સેરેમોનિયલ બેન્ચને વિદાય આપતાં એટર્ની જનરલ કેકે વેણુગોપાલે કહ્યું, તમારી નિવૃત્તિથી અમે એક બૌદ્ધિક અને ઉત્કૃષ્ટ ન્યાયાધીશને ગુમાવી રહ્યા છીએ
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એનવી રમના શુક્રવારે એટલે કે આજે નિવૃત્ત થયા છે. તેમના કાર્યકાળના છેલ્લા બે દિવસમાં તેમણે ઘણા મહત્વપૂર્ણ કેસોની સુનાવણી કરી હતી. સેરેમોનિયલ બેન્ચને વિદાય આપતાં એટર્ની જનરલ કેકે વેણુગોપાલે કહ્યું, તમારી નિવૃત્તિથી અમે એક બૌદ્ધિક અને ઉત્કૃષ્ટ ન્યાયાધીશને ગુમાવી રહ્યા છીએ.
- Advertisement -
Senior advocate Dushyant Dave breaks down in tears while biding adieu to outgoing Chief Justice of India NV Ramana.
Dave says CJI Ramana performed his duty with a spine and has been a citizen's judge. https://t.co/98YsebKlB8
— ANI (@ANI) August 26, 2022
- Advertisement -
સુપ્રીમ કોર્ટના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું હતું કે, જ્યારે કોઈ સીજેઆઈની ઔપચારિક બેન્ચનું લાઈવ સ્ટ્રીમિંગ થયું હતું. જેને સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર વેબકાસ્ટ કરવામાં આવ્યો હતો. આ તરફ સીનિયર એડવોકેટ દુષ્યંત દવે કોર્ટ રૂમમાં જ રડવા લાગ્યા હતા. તેમણે ચીફ જસ્ટિસ એનવી રમનાને કહ્યું હતું કે, તમે લોકોના ન્યાયાધીશ છો.
એનવી રમણા કોર્ટની 16 બેન્ચમાં સુનાવણી માટે માસ્ટર ઓફ રોસ્ટર કેસનું વિતરણ કરી રહ્યા છે. પરંતુ ભૂતકાળમાં તેઓ કેસની યાદીને લઈને સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રી સામે લાચાર હતા. હકીકતમાં 17 ઓગસ્ટના રોજ સુનાવણી માટે સૂચિબદ્ધ કેસ રજિસ્ટ્રી દ્વારા દૂર કરવામાં આવ્યો હતો. CJI રમના ખૂબ ગુસ્સામાં હતા. તેમણે કહ્યું હતું કે, તેઓ 26 ઓગસ્ટે તેમના વિદાય ભાષણમાં આ મુદ્દા પર વાત કરશે.
CJI Ramana leaves behind lasting legacy of judicial reforms
Read @ANI Story | https://t.co/jPuRklLUKZ#CJINVRamana #nvramanaretirement #SupremeCourtOfIndia pic.twitter.com/Jbk2om9tko
— ANI Digital (@ani_digital) August 26, 2022
આગામી CJI હશે UU લલિત
CJI રમનાની નિવૃત્તિ બાદ જસ્ટિસ યુયુ લલિત દેશના 49મા CJI હશે. જસ્ટિસ લલિત 27 ઓગસ્ટે CJI તરીકે શપથ લેશે. સુપ્રીમ કોર્ટના બીજા સૌથી વરિષ્ઠ જજ જસ્ટિસ લલિત માત્ર 74 દિવસ માટે CJI બનશે, કારણ કે તેઓ 8 નવેમ્બરે નિવૃત્ત થશે. જસ્ટિસ લલિત ‘ટ્રિપલ તલાક’ની પ્રથાને ગેરકાયદેસર ઠેરવવા સહિત અનેક સીમાચિહ્નરૂપ ચુકાદાઓનો ભાગ રહ્યા છે.