ત્રંબાના વડાળી ગામે રવિવારની સાંજે ખેલાયેલો ખૂની ખેલ
સામાન્ય બોલચાલી કરપીણ હત્યા સુધી પહોંચી : પોલીસે સગીર આરોપીને પકડી લીધો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
શહેરમાં વધતીજતી ગુનાખોરી વચ્ચે વધુ એક હત્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે ત્યારે કાયદો હાથમાં લેવા ગુનેગારો જરા પણ અચકાતા ન હોય તેમ જાહેરમાં છરી વડે હુમલો કરી અવાર-નવાર ગુનાઓને અંજામ આપતા હોય છે શહેરની ભાગોળે આવેલ ત્રંબાના વડાળી ગામે યુવકની કૌટુંબિક ભાઈએ નજીવી બાબતે છરીના બે ઘા ઝીંકી દેતા ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે ખસેડતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કરતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો આજીડેમ પોલીસે હત્યા અંગે ગુનો નોંધતા ડીસીબીની ટીમે હત્યારા સગીર ભત્રીજાને દબોચી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ત્રંબા પાસેના વડાળી ગામે રહેતા ભરત નાગજીભાઈ મૂછડીયા ઉ.32 નામનો યુવક અને કૌટુંબિક ભાઈ બન્ને ઘર નજીક બેઠા-બેઠા મોબાઈલ ફોનમાં સ્ટેટસ જોતા હતા.ત્યારે બન્ને વચ્ચે સ્ટેટસ જોવા બાબતે બોલાચાલી થતા તેના ગામમાં રહેતો લાલા નામના વ્યકિતીએ બન્ને ઝઘડો કરતા અટકાવી છુટ્ટા પાડયા હતા બાદ અજય જતો રહ્યો હતો.
દરમ્યાન શખસ ફરિ છરી સાથે ઘસી આવ્યો હતો અને ભરત પર આદેધડ છરીના ઘા ઝીંકતા કપાળ તથા પડખાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તાકિદે બેભાન હાલતમાં સારવાર રાજકોટ સિવિલ હોસ્પિ.માં ખસેડતા ફરજ પરના તબીબ તપાસી મૃત જાહેર કરતાં હોસ્પિ. ચોકીના સ્ટાફે નોંધ કરી આજીડેમ પોલીસને જાણ કરતા ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી જાદવ, પીઆઈ એ.બી.જાડેજા, પીએસઆઈ જનકસિંહ રાણા સહિતનો પોલીસ સ્ટાફ દોડી જઈ મૃતક ભરતના ભાઈ મયુરભાઈ રાજાભાઈ મૂછડીયાની ફરિયાદ પરથી ભત્રીજા સામે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક કડીયા કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો તેમજ પરીણીત હતો.અને સંતાનમાં બે પુત્રો છે. તેમજ ત્રણ-ભાઈ બહેનમાં મોટો હતો. આધારસ્તંભ પુત્રના મોતથી પરિવારમાં અરેરાટી વ્યાપી જવા પામી છે દરમિયાન ડીસીબી પીઆઇ એમ આર ગોંડલીયા અને ટીમે હત્યાને અંજામ આપી નાસી છૂટેલા સગીર ભત્રીજાને દબોચી લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી.