ગામવાસીઓ અને મંડળના સહયોગથી પદયાત્રીઓ માટે ચાર દિવસનું કેમ્પ શરૂ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાધનપુર તાલુકાના જેટલપુરા ગામ ખાતે હાઇવે પર અંબાજી પદયાત્રીઓને માટે ચા-પાણી, નાસ્તો અને મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ ઉંયલિંપુરા ગામના લોકો દ્વારા ચાર દિવસ માટે 25 વર્ષથી સતત આયોજિત કરવામાં આવતો રહ્યો છે. આ વખતે કેમ્પની શરૂઆત રાધનપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ઠાકોર અંબારામભાઈ, ડેપ્યુટી સરપંચ સુરેશભાઈ ઠાકોર, અમીરભાઈ ઠાકોર, ભરતભાઈ વણકર, દિનેશભાઈ ઠાકોર, વિક્રમભાઈ ઠાકોર, મગનભાઈ રબારી, દશરથજી ઠાકોર, હરેશભાઈ ઠાકોર સહિતના મિત્ર મંડળ અને ગામવાસીઓના સહયોગથી કરવામાં આવી છે. આ કેમ્પમાં કચ્છ અને સાતલપુર તરફથી આવતા પદયાત્રીઓ સરળતાથી આરામ કરી ચા-પાણી અને નાસ્તો મેળવી શકે છે તેમજ મેડિકલ સેવાઓનો લાભ લઈ શકે છે. સમગ્ર પદયાત્રીઓને કેમ્પનો લાભ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.