‘જેમના હાથમાં શાસન આવ્યું, તેઓ શોષક બની ગયા’
મોહન ભાગવતે લોકોને પરિવર્તન માટે તૈયાર રહેવા હાકલ કરી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.23
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે અભ્યાસક્રમમાં ફેરફારને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું કે ભારતને યોગ્ય રીતે સમજવાની અને રજૂ કરવાની જરૂર છે. હવે ભય વધી ગયો છે, કોઈને ખબર નથી કે આપણે આપણા ઘરોમાં સુરક્ષિત છીએ કે નહીં.
ભાગવતે કહ્યું- આજે જે ઇતિહાસ શીખવવામાં આવે છે તે પશ્ચિમી દ્રષ્ટિકોણથી લખાયેલ છે. તેમના વિચારોમાં ભારતનું કોઈ અસ્તિત્વ નથી. ભારત વિશ્વના નકશા પર દેખાય છે, પરંતુ તેમના વિચારોમાં નહીં. તેમના પુસ્તકોમાં, તમને ચીન અને જાપાન મળશે, પણ ભારત નહીં. RSS વડાએ કહ્યું, ’પ્રથમ વિશ્વયુદ્ધ પછી, શાંતિની વાતો થઈ, પુસ્તકો લખાયા અને રાષ્ટ્રસંઘની રચના થઈ, પરંતુ બીજું વિશ્વયુદ્ધ થયું. પછી સંયુક્ત રાષ્ટ્રની રચના થઈ, પરંતુ આજે પણ લોકો ચિંતિત છે કે ત્રીજું વિશ્વયુદ્ધ થઈ શકે છે.’ છજજના વડા મોહન ભાગવતે કાર્યક્રમમાં સંબોધન કરતા કહ્યું કે સમસ્યાઓ પર વધુ પડતી ચર્ચા ન કરવી જોઈએ. સમસ્યાઓની ચર્ચા કરવાથી માથું પાકી જાય છે, તેના બદલે સમસ્યાના ઉકેલ બાબતે ચર્ચા થવી જોઈએ.
છજજ વડા મંગળવારે દિલ્હીમાં ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (ઈંૠગઘઞ) અને ઓલ ઇન્ડિયા અનુવ્રત ટ્રસ્ટના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. તેમણે કહ્યું- દુનિયાને હવે એક નવી દિશાની જરૂર છે અને આ દિશા ફક્ત ભારતીયતાથી જ મળશે.ભાગવતે કહ્યું કે ધર્મના જીવન દર્શનના કારણે, ભારત એક સમયે વિશ્વનું સૌથી સમૃદ્ધ રાષ્ટ્ર હતું.
આજે પણ આખું વિશ્વ અપેક્ષા રાખે છે કે ભારત તેને રસ્તો બતાવશે. તેથી, આપણે પોતાને અને આપણા રાષ્ટ્રને તૈયાર કરવું પડશે. આપણે પોતાનાથી અને આપણા પરિવારથી શરૂઆત કરવી જોઈએ. તેમણે કહ્યું કે લોકોએ આત્મનિરીક્ષણ કરવું જોઈએ કે તેઓ તેમના રોજિંદા જીવનમાં ભારતીય અભિગમને અનુસરી રહ્યા છે કે નહીં. તેમણે લોકોને સુધારા અને પરિવર્તન માટે તૈયાર રહેવા હાકલ કરી હતી.લોકોને પરિવર્તન માટે તૈયાર રહેવાનું આહ્વાન કરતા ભાગવતે કહ્યું, ’આપણે જે ઇતિહાસ જાણીએ છીએ તે પશ્ચિમ દ્વારા શીખવવામાં આવે છે. હું સાંભળી રહ્યો છું કે આપણા દેશના અભ્યાસક્રમમાં કેટલાક ફેરફારો કરવામાં આવી રહ્યા છે.’ આરએસએસના વડાએ કહ્યું, ’તેમના (પશ્ચિમી દેશો) માટે, ભારતનું અસ્તિત્વ નથી. તે વિશ્વના નકશા પર દેખાય છે, પરંતુ તેમના વિચારોમાં નહીં. જો તમે પુસ્તકોમાં જોશો, તો તમને ફક્ત ચીન અને જાપાન જ મળશે, ભારત નહીં.’
ઘરમાં આપણે સુરક્ષિત છીએ કે નહીં, કોઈને ખબર નથી : મોહન ભાગવત
ભાગવતે વધુમાં કહ્યું કે મૂડીવાદની પ્રતિક્રિયામાં સામ્યવાદ આવ્યો, જેમના હાથમાં શાસન આવી ગયું તો તેઓ શોષક બની ગયા. બધા પ્રયોગો થયા, જેઓ ભગવાનમાં માનતા ન હતા અને જેઓ તેમનામાં માનતા હતા. સુખ આવ્યું, પણ દુ:ખ ઓછું થયું નહીં. હવે ભય વધી ગયો છે, કોઈને ખબર નથી કે આપણે આપણા ઘરોમાં સુરક્ષિત છીએ કે નહીં. અંગ્રેજો આવ્યા તે પહેલાં પોલીસ નહોતી, પણ આજે પોલીસ છે, છતાં પણ આપણે સુરક્ષિત નથી. ભાગવતે કહ્યું, ’શોષણ વધ્યું, ગરીબી વધી. ગરીબ અને અમીર વચ્ચેનું અંતર દિવસેને દિવસે વધી રહ્યું છે.’ મોહન ભાગવતે વધુમાં કહ્યું કે સમસ્યાઓ આવી રહી છે, પરંતુ તેનું નિરાકરણ થયું નથી. આપણે તેનો ઉકેલ શોધવાની જરૂર છે. એક મત કહે છે કે આખી દુનિયા અલગ છે, તેને જોડવા માટે કોઈ નથી, તે સોદાઓ સાથે સંબંધિત છે. જ્યાં સુધી તે ઉપયોગી હોય ત્યાં સુધી આપણે તેને રાખીએ છીએ, પણ જ્યારે તે ઉપયોગમાં નથી ત્યારે આપણે તેને ફેંકી દઈએ છીએ.
- Advertisement -