આજકાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેમસ થવા માટે રીલ બનાવવાનો ટ્રેન્ડ ખતરનાક રીતે વધી રહ્યો છે. ટૂંક સમયમાં ફેમસ થવા માટે લોકો અવનવા ગતકડાં કરતા હોય છે. આ રીલ અફેર હવે યુવાનો માટે ઘાતક સાબિત થઈ રહ્યું છે. આવા ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે જેમાં એવું જોવા મળ્યું છે કે લોકો રીલ બનાવવાના ચક્કરમાં અકસ્માતનો ભોગ બન્યા છે.
તાજેતરનો મામલો ગાઝિયાબાદ જેવા મોટા શહેરનો છે. જ્યાં એક સગીર છોકરી માટે રીલ બનાવવું ખૂબ જ મોંઘું પડ્યું હતું. રીલ બનાવવાની ઘેલછામાં તે બિલ્ડિંગના છઠ્ઠા માળેથી પડી હતી. સગીરાનું નામ મોનિષા (16) હોવાનું જાણવા મળ્યું છે.
- Advertisement -
આ ઘટના ઘટના ગાઝિયાબાદના ઈન્દિરાપુરમ પોલીસ સ્ટેશન વિસ્તારની ક્લાઉડ 9 સોસાયટીમાં બની હતી. મોનિષા તેના ઘરની બાલ્કનીમાં ઉભી હતી ત્યારે તેના હાથમાંથી મોબાઈલ ફોન પડી ગયો હતો. ફોન પકડવાનો પ્રયાસ કરતી વખતે તે બાલ્કનીમાંથી નીચે પડી ગઈ અને ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ. સોશિયલ મીડિયા પર મોનિષાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેની માતા તેને ઠપકો આપી રહી છે.
છઠ્ઠા માળેથી પડી જતાં મોનિષાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં છોકરી બિલ્ડિંગની નીચે જમીન પર લોહીલુહાણ હાલતમાં પડેલી જોવા મળી રહી છે. ઈજાગ્રસ્ત હોવા છતાં મોનિષા લોકો સાથે વાત કરી રહી છે. જ્યારે લોકો તેની મદદ કરવા અને તેને હોસ્પિટલ લઈ જવા માટે દોડી આવ્યા અને તેને ઉપાડી, ત્યારે તે પીડાથી ચીસો પાડતી હતી અને વારંવાર તેની માતાને તેના પિતાને બોલાવવા કહી રહી હતી, “મમ્મી, પાપાને બોલાવો.” ઈજાગ્રસ્ત અવસ્થામાં પડેલી મોનિષા લોકોને એમ્બ્યુલન્સ બોલાવવા પણ કહે છે.
યુવતીની હાલત જોઈને પ્રત્યક્ષદર્શીઓ પણ ચોંકી ગયા હતા. એમ પણ જાણવા મળ્યું છે કે મોનિષાને રીલ બનાવવાનો ખૂબ જ શોખ હતો જેના કારણે તેના પરિવારના સભ્યો પણ ગુસ્સે થઈ જતા હતા. મોનિષાની માતા વારંવાર તેને આવું કરવાથી મનાઈ કરતી હતી. અહેવાલો જણાવે છે કે છોકરીને સમયસર હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને ચમત્કાર કહો કે જે હોય તે, પણ હવે તે ખતરાની બહાર છે. તેની ઇજાઓ માટે સારવાર ચાલી રહી છે.
- Advertisement -