અભિલાષ ઘોડા
નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ ’હેલ્લારો’ ના દિગ્દર્શક અભિષેક ફરી એક વખત ’ઉંબરો’ ફિલ્મ લઇને આવ્યા છે. હેલ્લારોમાં 11 અભિનેત્રીઓ હતી, ’ઉંબરો’ માં સાત અભિનેત્રીઓ છે. રણમાં વગાડેલો ઢોલ લંડન સુધી પહોંચ્યો તેનો આનંદ, હરખ, રાજીપો. આ ફિલ્મ આમ તો સફળ મરાઠી ફિલ્મ ઝીમમા ની ઑફિશિયલ રીમેક છે. પણ મરાઠી ફિલ્મથી ઉંબરો ઘણી અલગ છે તેવું અનેક મીત્રો કહી રહ્યા છે ( મેં ઝીમમા નથી જોઈ, એટલે મીત્રો કહે તેની પર ભરોસો રાખવાનો ) એક પરીપક્વ ઉંમરે પહોંચેલી અલગ અલગ ઝોનર ની મહીલાઓ પહેલી વખત પોતાના ઘરનો ઉંબરો વટાવીને લંડનના પ્રવાસે જાય છે, અને પછી અંતમાં જે લાગણીશીલ દ્રશ્યો સર્જાય છે તે મજાના છે. કાજલ ઓઝા વૈદ્ય, વંદના પાઠક, તેજલ પંચાસરા, સુચિતા ત્રીવેદી, દિક્ષા જોષી, તર્જની બદલા, વિનીતા જોષી, આર્જવ ત્રીવેદી, સંજય ગલસર જેવા મંજાયેલા કલાકારો સાથે તૈયાર થયેલી આ ફિલ્મ માં સંગીત આપ્યું છે મેહુલ સુરતી એ. ફિલ્મ નો મધ્યાંતર પહેલા નો ભાગ યુ.કે. ટુરિઝમ માટેનું પ્રમોશન હોય તેવી ફીલ વધુ આવે છે પરંતું બીજા ભાગમાં દરેક કેરેક્ટર ના પોતાના અરમાનો બહાર આવતાં જ ફિલ્મ લાગણીશીલ ચોક્ક્સ બને છે. દરેક અભિનેત્રીઓ એ પોતાના ભાગે આવેલી જવાબદારી સુંદર રીતે નિભાવી છે પરંતુ આ બધામાં તેજલ પંચાસરા નો અભિનય ઉડીને આંખે વળગે તેવો છે. હેલ્લારો ને જેમણે કચકડે મઢીને સુક્કા વિસ્તારને પણ કલરફુલ બનાવેલો તેવી જ કાબેલીયત સાથે લંડનને પણ અદભુત રીતે કેમેરામાં કંડારનાર આ ફિલ્મ ના પણ ડીઓપી છે ત્રીભોવન બાબુ. ફિલ્મમાં એક દાંડીયા બીટ્સ નું ગીત ’લીમડીથી લંડન’ દાંડીયા ક્વીન ફાલ્ગુની પાઠકના કંઠે ગવાયેલું છે જેમાં ઓન સ્ક્રીન પણ ખુદ ફાલ્ગુની પાઠકે જ પરફોર્મ કર્યું છે. નાણા કોથળી ખુલ્લી કરીને આટલો ખર્ચ કરી આ ફિલ્મ બનાવનાર મુખ્ય નિર્માતાઓ છે મરાઠી ફિલ્મોના જાણીતા નિર્માતા સંજય છાબરીયા અને ફાલ્ગુની પટેલ.
- Advertisement -
આગામી શુક્રવારે ઓસ્ટ્રેલિયામાં શૂટ થયેલી ગુજરાતી ફિલ્મ ‘ફાટી ને?’ રીલીઝ માટે તૈયાર
અનુભવી દિગ્દર્શક ફૈઝલ આઝમી દ્વારા તૈયાર થયેલી ગુજરાતી ફિલ્મ ’ફાટી ને ?’ આગામી 31 જાન્યુઆરીએ રીલિઝ થશે. હીતુ કનોડીયા, સ્મીત પંડ્યા ,આકાશ ઝાલા અને હેમીન ત્રીવેદી જેવા ધરખમ કલાકારો સાથે તૈયાર થયેલી આ ફિલ્મ નું શુટીંગ ઓસ્ટ્રેલિયામાં કરવામાં આવ્યું છે. મેકર તરફથી એવી પણ વાત જાણવા મળી છે કે પ્રત્યેક દ્રશ્ય ને વધુ અસરકારક બનાવવા માટે આ ફિલ્મ માં ભરપુર સ્પેશિયલ ઇફેક્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફિલ્મ વડોદરાના સફળ નિર્માતા શરદ પટેલ પ્રસ્તુત કરી રહ્યા છે.
ગત અઠવાડિયે રીલીઝ થયેલી ફિલ્મ ‘તારો થયો’ સુંદર રીતે આગળ વધી રહી છે
- Advertisement -
ગત તારીખ 17 જાન્યુઆરીએ રીલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ’તારો થયો’ મુંબઈ અને સૌરાષ્ટ્ર માં સફળતાપૂર્વક ચાલી રહી છે. નાજુક અને રહ્દયસ્પર્શી વિષય સાથે ધર્મેશ પટેલના કાબિલેદાદ દિગ્દર્શન માં તૈયાર થયેલી આ ફિલ્મ ના અંત વખતે અનેક પ્રેક્ષકો ધૃસકે ને ધૃસકે રડતા જોવા મળે છે. હીતેન કુમાર, કાજલ ઓઝા વૈદ્ય, સન્ની પંચોલી, વ્યોમા નાંદી, રીવા રાચ્છ, નમન ગોર , સોનું ચંદ્રપાલ, અને હીતુ કનોડીયા જેવા સક્ષમ કલાકારો સાથે બનેલી આ સુંદર ફિલ્મ ના નિર્માતા છે વિજય ચૌહાણ.