જીવામૃતથી ધરતીને ફાયદાકારક સૂક્ષ્મ જીવાણુઓ વધશે તેટલી જ જમીનની ફળદ્રુપતામાં વધારો થશે
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.31
ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતીના માધ્યમથી આર્થિક ઉપાર્જન કરી રહ્યાં છે. પ્રાકૃતિક ખેતી કરવા માટે ખેડૂતો જીવામૃતનો ઉપયોગ કરતા હોય છે. ખેડૂતો માટે જીવામૃત બનાવવાની પદ્ધતિ બહુ જ સરળ છે. રાસાયણિક ખાતરોને બદલે જીવામૃતનો ઉપયોગ કરી જમીનને જીવંત કરીને વધુ ઉત્પાદન મેળવી શકાય છે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે જીવામૃતની બનાવવા માટે 200 લીટરનું બેરલ લો, તેને છાંયામાં રાખીને તેમાં 170 થી 180 લીટર પાણી ભરો. તેમાં 8 થી 10 લીટર દેશી ગાયનું ગૌમૂત્ર અને 8 થી 10 કિલો ગોબર ગાયનું ગોબર નાખી 1.5 કિલો ગોળ, 1.5 કિલો કોઈપણ કઠોળનો લોટ અને એક મોટા વૃક્ષ નીચેની એક મુઠ્ઠી માટીને નાખો. ત્યાર બાદ આ દ્રાવણને લાકડી વડે ઘડિયાળના કાંટાની દિશામાં (ક્લોકવાઇઝ) દ2રોજ પાંચ મિનિટ સવારે અને પાંચ મિનિટ સાંજે હલાવતા રહેવાનું.
- Advertisement -
જીવામૃત તૈયાર થાય તેટલા દિવસ સુધી આ મિશ્રણને હલાવો, જીવામૃત ગરમીની ઋતુમાં 24થી 48 કલાકમાં તેમ જ ઠંડીની ઋતુમાં 4થી 5 દિવસમાં જીવામૃતના રૂપમાં તૈયાર થાય છે. આ તૈયાર થયેલા જીવામૃતને ફૂવારા દ્વારા અથવા ડ્રીપ કે, ધોરિયાના માધ્યમથી પાણી સાથે, એક બેરલ (200 લીટર) પ્રતિ એકરના પ્રમાણમાં પાકને આપવાથી તે ખેતરમાં મેળવણના રૂપમાં કામ કરશે. આ સૂક્ષ્મ જીવાણુઓ જમીનમાં ગયા પછી પોતાની સંખ્યા ઝડપથી વધારે છે અને જીવાણુઓ હવામાંથી નાઇટ્રોજન લઈને છોડવાઓના મૂળને આપે છે, જેથી જીવામૃત રાસાયણિક ખાતરના બદલે કુદરતી ખાતરની ગરજ સારે છે. જમીનમાં ફોસ્ફરસ, પોટાશ, ઝિંક, મેગ્નેશિયમ વગેરે તત્ત્વો પહેલાંથી જ છે પરંતુ, તે આ બધા તત્ત્વો ધરતીમાં મૃત:પાય રૂપમાં હોય છે, તેથી તે પોતાની રીતે જ છોડના ભોજનના કામમાં આવતાં નથી. ધરતીમાં અઢળક પોષક તત્ત્વો અલભ્ય સ્વરૂપમાં હોય છે, આવાં તત્ત્વોને તોડીને આ જીવાણુઓ ખોરાક બનાવીને છોડ લઈ શકે તેવા સ્વરૂપમાં ફેરવવાનું કામ કરે છે. ધરતીમાં જેટલા જીવાણુઓ વધશે તેટલો જ ધરતીનો ઓર્ગેનિક કાર્બન વધશે. જેથી જમીનની ફળદ્રુપતામાં વધારો થશે.
ખેડૂતોએ જીવામૃતનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો?
પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો જીવામૃતનો મહિનામાં એક વખત અથવા બે વખત જરૂરિયાત અનુસાર 200 લીટર પ્રતિ એકરના પ્રમાણથી પિયતના પાણી સાથે આપો, તેનાથી ખેતરમાં ચમત્કાર થશે. ફળ ઝાડના વૃક્ષનો બપોરના 12 વાગ્યે તેનો પડછાયો પડે, તે પડછાયાની કિનારી ઉપર પ્રતિ વૃક્ષ 2 થી પ લીટર જીવામૃત મહિનામાં 1 થી 2 વખત આપો. જીવામૃત આપતી વખતે જમીનમાં ભેજ હોવો જરૂરી છે.
જમીનમાં ક્યારે આપવું જોઈએ
જીવામૃતનો શેરડી, કેળ, ઘઉં, જુવાર, મકાઈ, તુવેર, મગ, અડદ, ચણા, સૂર્યમુખી, કપાસ, અળસી, રાય, બાજરો, મરચી, ડુંગળી, હળદર, આદુ, રીંગણ, ટમેટા, બટેટા, લસણ, લીલા શાકભાજી, ફૂલછોડ, ઔષધીયુક્ત છોડ, સુગંધી છોડ વગેરે દરેક પર 2 થી 8 મહિના સુધી જીવામૃતનો યોગ્ય પદ્ધતિથી છંટકાવ કરવો. મહિનામાં ઓછામાં ઓછા 1 થી 3 વખત જીવામૃતનો છંટકાવ કરવાથી જમીન સુધરશે અને ફળદ્રુપતા વધવાથી ખેડૂતને ફાયદો થશે.
- Advertisement -