આણંદમાં ચૂંટણી પંચની ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં આણંદનાં બોરસદમાંથી 2 ઈવીએમ મળી આવતા વહીવટી તંત્ર દોડતું થઈ જવા પામ્યું હતું.
આણંદમાં ચૂંટણીપંચની ગંભીર બેદરકારી સામે આવવા પામી છે. આણંદનાં બોરસદમાંથી 2 ઈવીએમ મશીન મળી આવતા વહીવટી તંત્ર દોડતું થઈ જવા પામ્યું હતું. 2018ની અમિયાદ ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં ઉપયોગમાં લેવાયેલા EVM કચરામાંથી મળ્યા હતા.
- Advertisement -
કચરાનાં ઢગલામાંથી ચૂંટણી સાહિત્યની શોધખોળ હાથ ધરાઈ
બોરસદ શહેરનાં જૂનાં શાક માર્કેટ પાછળ કચરાનાં ઢગલામાંથી ઈવીએમ મશીન મળ્યા બાદ વહીવટી તંત્ર દોડતું થઈ જવા પામ્યું હતું. ત્યારે આ સમગ્ર મામલાની જાણ પ્રાંત અધિકારી, પોલીસ સહિત પાલિકાનાં અધિકારીઓને થતા લોકો તાત્કાલીક ઘટનાં સ્થળે પહોંચ્યા હતા. તેમજ ઢગલામાંથી મળેલા ઈવીએમ મશીન કબ્જે કરવામાં આવ્યા હતા. તેમજ કચરાનાં ઢગલામાં ચૂંટણી સાહિત્યની શોધખોળ હાથ ધરાઈ હતી.
જિલ્લા કલેક્ટર જોડે ચૂંટણીપંચે રીપોર્ટ મંગાવ્યો
- Advertisement -
બોરસદમાં કચરામાંથી ઈવીએમ મળી આવતા આ બાબતને વહીવટી તંત્ર દ્વારા ગંભીરતાથી નોંધ લીધી છે. જીલ્લા કલેક્ટર જોડે ચૂંટણી પંચે રિપોર્ટ મંગાવ્યો હતો. તેમજ જીલ્લા કલેક્ટર દ્વારા બેદરકારી દાખવનાર સામે કડક પગલા ભરવા સૂચના આપી હતી. તેમજ બોરસદ શાકમાર્કેટનાં કચરામાંથી EVM મળી આવ્યા હતા.