જૂન 2024માં કુપોષણની સૌથી વધુ સમસ્યા હોય તેવા રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા સ્થાને : ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 46.36 ટકા : મહારાષ્ટ્રમાં 44.59 ટકા : આસામમાં 41.98 ટકા બાળકો કુપોષિત
ત્રિપુરા – ઝારખંડ કરતા પણ ખરાબ સ્થિતિ : ગુજરાતમાં 5 વર્ષથી ઓછી વયના 39.73 ટકા બાળકો કૂપોષિત : 5 વર્ષ સુધીના 21.39 ટકા બાળકોનું અપૂરતું વજન
- Advertisement -
સહમતીથી શરીર સબંધ બાંધ્યા બાદ દુષ્કર્મની ફરિયાદ કરનાર મહિલા સામે ગુનો નોંધવા આદેશ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.29
બળાત્કારનો ખોટો કેસ દાખલ કરનારી મહિલા સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો પોલીસને આદેશ આપતા દિલ્હીની કોર્ટે ભારપુર્વક જણાવ્યું હતું કે કાયદામાં મહિલાઓને અપાયેલા વિશેષ વિશેષાધિકારોનો અંગત રીતે બદલો લેવાના હથીયાર તરીકે દુરૂપયોગ થવો જોઈએ નહિં. કારણ કે આવા ખોટા આરોપોથી વ્યકિતના જીવન પ્રતિષ્ઠા અને સામાજીક દરજજાને ગંભીર અસર થઈ શકે છે.
રેપ કેસમાં આરોપીની જામીન અરજીની સુનાવણી કરતાં કોર્ટે આ ટીપ્પણી કરી હતી. મહિલાએ 14 જુલાઈએ રેપની ફરીયાદ કરી હતી અને તે પછી આરોપીની ધરપકડ થઈ હતી.જોકે બીજા દિવસે ફરીયાદીએ મેજીસ્ટ્રેટ સમક્ષ કબુલ્યુ હતું કે તે સ્વેચ્છાએ આરોપીની સાથે હોટેલમાં ગઈ હતી અને સહમતીથી જાતિ સબંધ બાંધ્યા હતા.આરોપી સાથે મતભેદ થયા બાદ દારૂના નસામાં અને ગુસ્સામાં તેને બળાત્કારનાં ખોટા આરોપો લગાવ્યા હતા.
- Advertisement -
કોર્ટે નોંધ્યુ હતું કે મહિલાઓને કાયદા હેઠળ વિશેષ વિશેષાધિકારો અને રક્ષણ આપવામાં આવે છે.ત્યારે આ જોગવાઈઓનો બદઈરાદા માટે અથવા બદલો લેવા માટે દુરૂપયોગ કરી શકાય નહિં. સમાજમાં આવો ટ્રેડ સામાન્ય બની રહ્યો છે. બળાત્કારનાં ખોટા આરોપો માત્ર આરોપીના જીવનને બરબાદ કરતા નથી પરંતુ તેમના પરિવારનાં સભ્યોની પ્રતિષ્ઠા અને સામાજીક દરજજાને પણ નુકશાન પહોંચાડે છે. કોર્ટે જણાવ્યું હતું કે આપણા દેશનાં પુરૂષોને બંધારણમાં સમાવિષ્ટ કાયદા હેઠળ સમાન અધિકારો અને રક્ષણ છે. જોકે મહિલાઓને વિશેષાધિકાર આપવામાં આવે છે. પરંતુ આ વિશેષાધિકાર અને મહિલા રક્ષણ કાયદાનો દુરૂપયોગ ન કરી શકાય.બળાત્કારથી ગંભીર માનસીક અને શારીરીક આઘાત લાગે છે. પરંતુ બળાત્કાર સામેનાં કાયદાનો કેટલાંક કિસ્સાઓમાં દુરૂપયોગ થઈ રહ્યો છે.