ખાસ-ખબર સંવાદદાતા
માણાવદર શહેરને કલોરીનેશન વિના પાણી આપવામાં આવી રહ્યું છે ને એ પણ ચાર દિવસે વિતરણ કરવામાં આવે છે. ત્યારે ગુજરાતની પ્રથમ નગરપાલિકા માણાવદર હોઈ શકે જ્યાં ચોમાસાની સિઝનમાં પણ ચાર ચાર દિવસે પાણી વિતરણ થતા હોય એક તરફ રાજ્ય સરકાર શુદ્ધ પાણી અને લોકોના ઘર સુધી પાણીની વાતો થઈ રહી છે તો બીજી તરફ કંઈક અલગ જ વાસ્તવિકતા માણાવદરમાં જોવા મળી રહી છે.
માણાવદર શહેરને પૂરું પાડતા ચાર અલગ અલગ જગ્યાએ હતી સ્થાનિક સ્ત્રોતોમાંથી પાણી અશોક વાટિકામાં આવેલ સંપ હાઉસમાં સ્ટોરેજ કરવામાં આવે છે અને ત્યારબાદ શહેરમાં વિતરણ કરવામાં આવે છે. પરંતુ આ તમામ સ્ત્રોતોમાંથી ખૂબ જ ઊંચા ટીટીએસનું પાણી આવી રહ્યું છે જે ખરેખર પીવા લાયક હોતું નથી.જેમાં 622 થી 923 ઝઉજના પાણીનું વિતરણ થાય છે.માણાવદર શહેરમાં અલગ અલગ સ્ત્રોતોમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે ત્યારે તમામ સ્ત્રોતોમાં અલગ અલગ ટીડીએસનું પાણી આવી રહ્યું છે ત્યારે આટલા દિવસનું પાણી પીવા લાયક હોતું નથી અને પાણીજન્ય રોગ થવાની સંભાવના હોય છે.ત્યારે નગરપાલિકા પાસે પાણીને શુદ્ધ કરવાનો ફીલ્ટર પ્લાન્ટ પણ નથી જેથી માત્ર ક્લોરીનેશન કરીને પાણી વિતરણ કરવામાં આવે છે. ત્યારે સરકાર દ્વારા માણાવદર શહેરને ફિલ્ટર પ્લાન્ટ આપે તો લોકોને શુદ્ધ પાણી મળી રહે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે.