રાજકોટ તા. ૨ જૂન – ભારત સરકાર અને રાજય સરકારની વિવિધ વિવિધ યોજનાઓની અમલવારી દવારા અનુસુચિત જાતિના લોકોનો સામાજિક, આર્થિક અને શૈક્ષણિક ઉત્કર્ષ થાય તેવી કામગીરી સમાજ કલ્યાણ ખાતા દવારા કરવામાં આવે છે. જે પૈકી આંબેડકર આવાસ યોજનાના અન્વયે વર્ષ ૨૦૨૦માં ૧૩૭ મકાનો માટે રૂ.૧૦૧.૦૪ લાખની સહાય કરાઇ હતી.
અનુ.સુચિત જાતિના કુટુંબો જેઓ રહેવા માટે રહેવા લાયક મકાન ન હોય તેમજ મકાન ધરાવતા ન હોય અને ખુલ્લો પ્લોટ હોય તેઓએ અન્ય કોઇ પણ સરકારશ્રીની યોજનામાંથી મકાન સહાય મેળવેલ ન હોય તેવા કુટુંબોને ડો.આંબેડકર આવાસ યોજના હેઠળ મકાન બનાવવા માટે રૂ!.૧૨૦૦૦૦/-મકાન સહાય મળવા પાત્ર છે.
- Advertisement -
અરજદાર દ્વારા ઓનલાઇન ઇ-સમાજ કલ્યાણ પોર્ટલ પર esamajkalyan.gujarat.gov.in અરજી કરવી ફરજીયાત રહેશે અને ઓનલાઇન જ મંજુરી કરવાની કામગીરી થાય છે. તેમ સમાજ કલ્યાણ ખાતાની યાદીમાં જણાવાયુ છે.
સ.સં.- ૭૫૦
કોવિડ કંટ્રોલ રૂમના પ્રોએકિટવ કોલિંગ કંટ્રોલ રૂમમાં તા.૧ના રોજ આવેલા ૬૯ કોલ
- Advertisement -
પીડીયુમાંથી સમરસમાં મ્યુકર માઇક્રોસિસના ૨૯ દર્દીઓને કરાયા સ્થળાંતરિત
ચૌધરી હાઇસ્કુલ હેલ્પ ડેસ્ક દ્વારા ૪૨ દર્દીઓને શિફટ કરાયા
રાજકોટ તા. ૨ જૂન– રાજકોટના કોવિડ કંટ્રોલ રૂમ ખાતેથી પ્રોએકિટવ કોલિંગ સેંટરથી પીડીયુ ખાતે દાખલ દર્દીના સગાને દરરોજ સવાર અને બપોર પછી એમ બે વાર દર્દીની હાલની સ્થિતિ વિશે અવગત કરાવવામાં આવે છે. કંટ્રોલ રૂમ ખાતે દર્દીઓના સગા-વ્હાલાઓની તમામ મુંઝવણનું યથોચિત સમાધાન કરવામાં આવે છે. કોવિડ કંટ્રોલ રૂમની તા.૧.૬.૨૧ની રાત્રે ૯ વાગ્યા સુધીની સ્થિતી જોઇએ તો પ્રોએકિટવ કોલિંગ કંટ્રોલ રૂમમાં કુલ ૬૯ કોલ આવ્યા હતા.
ચૌધરી હાઇસ્કુલ હેલ્પ ડેસ્ક દ્વારા શિફટ કરવામાં આવેલ દર્દીની સંખ્યા ૪૨ હતી. જેમાં પીડીયુમાંથી ૧૩ દર્દીઓને કેન્સર કોવિડ કેર સેન્ટરમાં શિફટ કરવામાં આવ્યા હતા. પીડીયુમાંથી સમરસ હોસ્ટેલમાં મ્યુકર માઇક્રોસિસના ૨૯ દર્દીઓને સ્થળાંતરિત કરાયા હતા.
દર્દીઓના સગાઓને દર્દી સાથે કરાવેલ વિડિયો કોલની સંખ્યા ૧૧૨ હતી. તો દર્દીના સગા દ્વારા આપેલ અને દર્દીને પહોંચાડેલ પાર્સલની સંખ્યા ૧૩૧ હતી. રૂબરૂ ઇન્કવાયરીની સંખ્યા ૧૪૯ હતી. જયારે ટેલીફોનિક ઇન્કવાયરી ૧૮ કરવામાં આવી હતી.