ઝાડા-ઉલટી, તાવ અને શરદી-ઉધરસના કેસો વધ્યા, ડેન્ગ્યૂના પણ બે કેસ નોંધાયા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.5
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી પાણી ભરાવાને કારણે મચ્છરો અને અન્ય જીવજંતુઓનો ઉપદ્રવ વધ્યો છે, જેના પરિણામે રોગચાળામાં ઉછાળો જોવા મળ્યો છે. જૂન 2025ની સરખામણીમાં જુલાઈ 2025માં દર્દીઓની સંખ્યા અને વિવિધ રોગોના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. જિલ્લાના 50 પીએચસી, 12 સીએચસી, ગાંધી હોસ્પિટલ, 2 સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને 12 અર્બન હેલ્થ સેન્ટરોમાં રોગચાળાને લઈને લોકોની તપાસ અને સારવાર ચાલી રહી છે. જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. યાજ્ઞિક અને જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી.જી. ગોહિલના માર્ગદર્શન હેઠળ જિલ્લા મેલેરિયા અધિકારી ડો. જયેશ રાઠોડની ટીમ દ્વારા 20 વેક્ટર કંટ્રોલ ટીમો સાથે મચ્છરજન્ય રોગોની અટકાયત માટે કામગીરી હાથ ધરવામાં આવી છે.
- Advertisement -
જૂન અને જુલાઈ માસની તુલના
જૂન 2025:
કુલ ઓપીડી: 1,24,416
ઝાડા-ઉલટી: 406 કેસ
શરદી-ઉધરસ: 660 કેસ
કમળો: 7 કેસ
ટાઇફોઇડ: 5 કેસ
સાદો મેલેરિયા: 6 કેસ
ડેન્ગ્યૂ: 1 કેસ
જુલાઈ 2025:
કુલ ઓપીડી: 1,41,270 (17 હજારથી વધુનો વધારો)
ઝાડા-ઉલટી: 678 કેસ
તાવ: 711 કેસ
શરદી-ઉધરસ: 871 કેસ
કમળો: 7 કેસ
ટાઇફોઇડ: 4 કેસ
સાદો મેલેરિયા: 6 કેસ
ડેન્ગ્યૂ: 2 કેસ
વર્ષ 2025ના પ્રથમ 7 માસના આંકડા
- Advertisement -
જાન્યુઆરીથી જુલાઈ 2025 સુધીમાં કુલ 8,43,539ની ઓપીડી નોંધાઈ હતી. આ સમયગાળા દરમિયાન, 3,28,462 લોકોના લોહીના નમૂના લેવાયા હતા, જેમાંથી 22 સાદા અને 4 ઝેરી મેલેરિયાના કેસ મળી આવ્યા હતા. આ ઉપરાંત, 10 ડેન્ગ્યૂ અને 2 ચિકનગુનિયાના કેસ પણ નોંધાયા હતા.