ડીસ્કો ડાંડીયાના આયોજકો અને શહેર પોલીસ કમિશનર વચ્ચે બેઠક યોજાઈ
દરેક ગેટ પર પ્રાઈવેટ સિકયુરીટી, એન્ટ્રી અને એકઝીટ ગેટ અલગ, CCTV સહિતના નિર્દેશો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગઈકાલે પોલીસ કમિશનર અને ડિસ્કો ડાંડીયાના આયોજકો સાથે બેઠક યોજાઈ હતી. જેમાં આગામી 26 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી નવરાત્રિ દરમિયાન આયોજકોએ કેટલી વસ્તુઓનું ધ્યાન રાખવું તે અંગે ચર્ચાઓ કરી સૂચનો આપવામાં આવ્યા હતા. જેમાં પોલીસ કમિશનર દ્વારા 10 વાગ્યા પછી સાઉન્ડ ચાલુ ન રાખવાના નિયમથી આયોજકોમાં વિરોધ ઉઠ્યો હતો. આથી પોલીસ કમિશનરને આ વાત ધ્યાને આવતા પોતાના જ નિયમમાં જ બદલાવ કર્યો હતો અને હવે રાતના 12 વાગ્યા સુધી ગરબાના આયોજનો થઈ શકશે તેવી જાહેરાત કરી હતી. પોલીસે જે સુચનાઓનું પાલન કરવાની તાકીદ કરી છે તે મુજબ અર્વાચીન રાસના આયોજકોને પ્રાઈવેટ સિકયુરીટી રાખવાની રહેશે. જેને ઓળખકાર્ડ આપવાના રહેશે. એન્ટ્રી, એકઝીટ ગેટની સંખ્યા વધુમાં વધુ રાખવાની રહેશે. દરેક ગેટ પર પ્રાઈવેટ સિકયુરીટી રાખવાની રહેશે. એન્ટ્રી અને એકઝીટ ગેઈટ અલગ અલગ રાખવાના રહેશે. ઈમરજન્સી ગેઈટ ઉપરાંત મહિલા અને પુરૂષો માટે અલગ-અલગ ગેટ રાખવાના રહેશે. દરેક એન્ટ્રી ગેટ પર ડોર ફ્રેમ મેટલ ડીટેકટર ફરજિયાત લગાડવાના રહેશે. એટલુ જ નહી તેનો ઉપયોગ પણ કરવાનો રહેશે.! પ્રાઈવેટ સિકયુરીટી મારફત ચેકીંગ કરવાનું રહેશે. મહિલા સિકયુરીટી ગાર્ડ પણ રાખવાના રહેશે. ફરજિયાત સીસીટીવી કેમેરા લગાડવાના રહેશે. જેનું મોનીટરીંગ પ્રાઈવેટ સિકયુરીટીના માણસો મારફત કરાવવાનું રહેશે. સીસીટીવીના ફુટેજ સીડી અગર તો ડીવીડી ફોરમેટમાં સાચવીને રાખવાના રહેશે. જરૂર જણાય તેને પોલીસ પાસે રજુ કરવા પડશે.
અનિચ્છનીય બનાવ બને તો તત્કાલ પોલીસને જાણ કરવાની રહેશે
ગરબા સ્થળ આસપાસના વિસ્તારમાં શંકાસ્પદ વ્યકિતની હીલચાલ પર પ્રાઈવેટ સિકયુરીટીના માણસો ઉપરાંત સ્વયંસેવકે વોચ રાખવાની રહેશે. બેગ કે બીજી ચીજવસ્તુઓ પ્રવેશદ્વાર પાસે જ ટોકન લઈ જમા લેવાની રહેશે. જો તેમાં કાંઈ શંકાસ્પદ જણાય તો તેની ચકાસણી પણ કરવાની રહેશે. કોઈ પણ પ્રકારની અફવાઓને ઉત્તેજન આપવાનું રહેશે નહી. એટલુ જ નહી તેનું ચાલુ ગરબામાં માઈક સિસ્ટમ દ્વારા પ્રસારણ પણ કરી શકાશે નહીં. જો કોઈ અનિચ્છનીય બનાવ બને તો તત્કાલ પોલીસ ક્ધટ્રોલ રૂમને જાણ કરવાની રહેશે. ગરબાના સ્થળે વધારે પ્રમાણમાં બેરીગેટીંગ બાંધવાની રહેશે. ગરબાના સ્થળની ચારેય દીશામાં ચાર વોચ ટાવર ઉભા કરી તેના ઉપરથી રોજ વિડીયો શુટીંગ કરવાનું રહેશે. ત્યાં સીસીટીવી કેમેરા પણ લગાડવાના રહેશે.
ડ્રાઈવિંગ લાયસન્સ, RC બુકનો નંબર લખવાનો રહેશે
વાહનના નંબર, વાહનનો પ્રકાર, રજિસ્ટરમાં લખવાની વ્યવસ્થા કરવાની રહેશે. આર.સી. બુક અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા પૂરાવાની વિગતો રજિસ્ટરમાં લખવાની રહેશે.