અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાનો સમય ઘણો નજીક આવી ગયો છે. જેની વચ્ચે શ્રીરામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્રને મંદિરથી જોડાયેલી કેટલીક મહત્વની જાણકારી સામે આવી છે. ટ્રસ્ટે 20 પોઇન્ટમાં બધા ક્ષેત્રોને લઇને મંદિર પરિસરના બધા ક્ષેત્રોથી લઇને ભગવાન શ્રીરામના ગર્ભગૃહ સુધી મંદિરની ભવ્યતા કેવી રહી. મંદિર ટ્રસ્ટે જણાવ્યું કે, મંદિરમાં કુલ 392 થાંભલા, 44 દરવાજા હશે, જ્યારે 32 સીડીઓ ચઢીને સિંહદ્વારથી એન્ટ્રી થશે.
રામ મંદિર ટ્રસ્ટે જણાવ્યું કે, મંદિરમાં દિવ્યાંગો અને વૃદ્ધો માટે રૈમ્પ અને લિફ્ટની સુવિધા કરવામાં આવી છે. મંદિરના ચારે તરફ આયતાકાર પરકોટ રહેશે. ચારે દિશાઓમાં તેમની કુલ લંબાઇ 732 મીટર તથા પહોળાઇ 14 ફીટ રહેશે. મંદિરમાં પ્રવેશથી લઇને દર્શન સુધી બધી જાણકારી ટ્રસ્ટે શેર કરી છે.
- Advertisement -
Features of Shri Ram Janmbhoomi Mandir
1. The Mandir is in the traditional Nagar style.
2. The Mandir has a length (east-west) of 380 feet, a width of 250 feet, and a height of 161 feet.
- Advertisement -
3. The Mandir is three-storied, with each floor being 20 feet tall. It has a total of 392… pic.twitter.com/Sp2BzzU5sv
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) January 4, 2024
આ રીતે રહેશે મંદિરની રચના:-
1) મંદિર પરંપરાગત નાગર શૈલીમાં બનાવવામાં આવી રહ્યું છે.
2) મંદિરની લંબાઇ (પૂર્વથી પશ્ચિમ) 380 ફીટ, પહોળાઇ 250 ફીટ તેમજ ઉંચાઇ 161 ફીટ રહેશે.
3) મંદિર ત્રણ માળનું રહેશે. પ્રત્યેક માળની ઉંચાઇ 20 ફીટની રહેશે, મંદિરમાં કુલ 392 થાંભલા તેમજ 44 દરવાજા રહેશે.
4) મુખ્ય ગર્ભગૃહમાં પ્રભુ શ્રીરામનું બાળસ્વરૂપ(શ્રીરામલલા સરકાર વિગ્રહ), તેમજ પ્રથમ તળ પર શ્રીરામ દરબાર હશે.
5) મંદિરમાં 5 મંડપ રહેશે: નૃત્ય મંડપ, રંગ મંડપ, સભા મંડપ, પ્રાર્થના મંડપ, તેમજ કીર્તન મંડપ.
6) થાંભલા તેમજ દિવાલોમાં દેવી-દેવતાઓ તથા દેવાંગનાઓની મૂર્તિઓ કાતરવામાં આવી રહી છે.
7) મંદિરમાં પ્રવેશ પૂર્વ દિશાથી, 32 સીડીઓ ચઢીને સિંહદ્વારથી હશે.
8) દિવ્યાંગજન તેમજ વૃદ્ધો માટે મંદિરમાં રૈમ્પ અને લિફ્ટની વ્યવસ્થા રહેશે.
9) મંદિરના ચારે તરફ પેરાકોટા હશે, ચારે દિશામાં તેમની કુલ લંબાઇ 732 મીટર તથા પહોળાઇ 14 ફીટ રહેશે.
10) પરકોટાના ચારે ખૂણા પર સૂર્યદેવ, માં ભગવતી, ગણપતિ અને ભગવાન શિવને સમર્પિત ચારે મંદિરનું નિર્માણ રહેશે. ઉત્તરની દિશામાં માં અન્નપૂર્ણા અને દક્ષિણી દિશામાં હનુમાનજીનું મંદિર રહેશે.
11) મંદિરની પાસે પૌરાણિક કાશના સીતાકૂપ બિરાજમાન રહેશે.
12) મંદિર પરિસરમાં પ્રસ્તાવિત બીજા મહર્ષિ વાલ્મિકિ, મહર્ષિ વશિષ્ઠ, મહર્ષિ વિશ્વામિત્ર, મહર્ષિ અગસ્ત્ય, નિષાદરાજ, માતા શબરી તેમજ ઋષિપત્ની દેવી અહિલ્યાને સમર્પિત રહેશે.
13) દક્ષિણ પશ્ચિમી ભાગમાં નવરત્ન કુબેર ટીલા પર ભગવાન શિવના પ્રાચીન મંદિરનું જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે, જ્યાં જટાયુની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે.
14) મંદિરમાં લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ધરતીની ઉપર બિલકુલ ક્રોકિંટ કરવામાં આવી નથી.
15) મંદિરની નીચે 14 મીટર મોટી રોલર કોમ્પેક્ટેડ કંક્રિટ(RCC) પાથરવામાં આવી છે, જેને કૃત્રિમ ચટ્ટાનનું રૂપ આપવામાં આવ્યું છે.
16) મંદિરને જમીનના ભેજથી બચાવવા માટે 21 ફીટ ઉંચી પ્લિંથ ગ્રેનાઇટથી બનાવવામાં આવી છે.
17) મંદિર પરિસરમાં સ્વતંત્ર રૂપથી સીવર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ફાયર સેફ્ટી માટે પાણી વ્યવસ્થા તેમજ સ્વતંત્ર પાવર સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેથી બહારના સંસાધનો પર ઓછું નિર્ભર રહે.
18) 25,000 ક્ષમતાવાળા એક દર્શનાર્થી સુવિધા કેન્દ્રનું નિર્માણ કરવામાં આવશે, જ્યાં દર્શનાર્થીઓને સામાન રાખવા માટે લોકર તેમજ સારવારની સુવિધા રહેશે.
19)મંદિર પરિસરમાં સ્નાનાગર, શૌચાલય, વોશ બેસિન, ઓપન ટૈપ્સ વગેરે સુવિધા રહેશે.
20) મંદિરનું નિર્માણ સંપૂર્ણ રીતે પરંપરાનુસાર અને સ્વદેશી ટેકનિકથી કરવામાં આવી રહ્યું છે. પર્યાવરણ-જળ સંરક્ષણ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. કુલ 70 એકરના ક્ષેત્રમાં હરિયાળી ફેલાયેલી રહેશે.