વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે ચોક્કસ રણનીતિના આધારે પ્રચંડ પ્રચારની શરૂઆત કરી છે. આજે બીજા દિવસે અમિત શાહ આ પ્રચાર અભિયાનમાં જોડાશે. અમિત શાહ રાજ્યમાં વધુ બે ગુજરાત ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવશે. સૌપ્રથમ અમદાવાદના ઝાંઝરડાથી સોમનાથ જતી ગુજરાત ગૌરવ યાત્રાને અમિત શાહ પ્રસ્થાન કરાવશે. તો બીજી યાત્રા નવસારીના વાંસદાના ઉનાઇથી પ્રસ્થાન કરાવશે. આ તકે ભગવાન બિરસા મુંડા આદિવાસી યાત્રાનો પણ પ્રારંભ કરાવશે, ત્યારબાદ સભા સંબોધશે. જેમાં દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાંથી 50 હજારથી વધુ લોકો ગૌરવ યાત્રાના પ્રસ્થાન સમયે હાજર રહેશે. આ યાત્રા થકી ભાજપ આદિવાસી સમાજના મત અંકે કરવા પ્રયાસ કરશે. મહત્વનું છે કે, અમિત શાહની યાત્રાને લઇ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. અલગ અલગ જિલ્લામાંથી પોલીસ જવાનોને ખડકી દેવામાં આવ્યાં છે. 2 હજાર જેટલા પોલીસ કર્મચારીઓ ખડેપગે રહી સુરક્ષાનો પહેરો ભરશે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ફરી ગુજરાતની મુલાકાતે છે. તેઓ ઝાંઝરડા અને ઉનાઈથી ભાજપની ગૌરવ યાત્રાનો કરાવશે પ્રારંભ. ગૌરવ યાત્રાના પ્રસ્થાનમાં ભાજપના અનેક પદાધિકારીઓ તેમની સાથે ઉપસ્થિત રહેશે.
ઝાંઝરડા-ઉનાઈથી ભાજપની ગૌરવ યાત્રાનો કરાવશે પ્રારંભ
સંત સવૈયાનાથજી, ઝાંઝરડાથી અમિત શાહ એક યાત્રાનું પ્રસ્થાન કરાવશે. આજે 2 જિલ્લાની 3 વિધાનસભા સીટ પર ફરશે યાત્રા. તો આજે ગુજરાત ગૌરવ યાત્રા દરમિયાન 3 જાહેર સભા યોજાશે. તો બીજી તરફ ઉનાઈ માતાથી ફાગવેલ સુધીની યાત્રાને અમિત શાહ પ્રસ્થાન કરાવશે.13 જિલ્લામાં પ્રવાસ કરી 35 વિધાનસભા સીટ પર ફરશે.યાત્રા દરમિયાન કુલ 33 સભા યોજાશે.યાત્રાની પુર્ણાહૂતિ ફાગવેલ ખાતે કરાશે.યાત્રામાં આદિવાસી સમાજના મત અંકે કરવા પ્રયાસ કરાશે.