IMD અનુસાર પોતાના સામાન્ય સમયથી બે દિવસ પહેલા જ કેરળમાં મોનસૂનની એન્ટ્રી થઈ ગઈ છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. જણાવી દઈએ કે હવામાન વિભાગે પોતાના પૂર્વાનુમાનમાં 30 મેએ મોનસૂનના કેરળ તટ પર પહોંચવાની વાત કહી હતી.
દક્ષિણ પશ્ચિમ મોનસૂને કેરળમાં દસ્તક આપી દીધી છે. IMD અનુસાર પોતાના સામાન્ય સમય પહેલા જ કેરળમાં મોનસૂનની એન્ટ્રી થઈ ગઈ છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. જણાવી દઈએ કે હવામાન વિભાગે પોતાના પૂર્વાનુમાનમાં 30 મેએ મોનસૂનના કેરળ તટ પર પહોંચવાની વાત કહી હતી.
કેરળના ઘણા વિસ્તારોમાં મોનસૂનની શરૂઆત
- Advertisement -
IMDએ જાણકારી આપી હતી કે આવનાર 24 કલાકમાં કેરળમાં મોનસૂનના આગમન માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે. કેરળમાં આ વર્ષે પોતાના નિર્ધારિત સમયથી બે દિવસ પહેલા જ ચોમાસાએ દસ્તક આપી દીધી છે. જણાવી દઈએ કે કેરળમાં સામાન્ય રીતે 1 જૂનથી ચોમાસુ બેસે છે. જોકે તેમાં 3-4 દિવસ આગળ કે પાછળ થવું સામાન્ય માનવામાં આવે છે.
હવામાન વિભાગે જાણકારી આપી દીધી છે કે આજે 30મે 2024એ કેરળમાં મોનસૂનની એન્ટ્રી થઈ છે. તેની સાથે જ રાજ્યમાં વરસાદ જોવા મળી રહી રહ્યો છે. જોકે કેરળમાં પહેલાથી જ વરસાદન ચાલું છે.
- Advertisement -
હવામાન વિભાગે જણાવ્યા અનુસાર કેરળમાં પ્રવેશ કર્યા બાદ વરસાદ હવે પૂર્વોત્તરના અમુક ભાગમાં વધી રહ્યો છે. હવામાન વૈજ્ઞાનિકોનું માનવું છે કે રવિવારે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશથી પસાર થયેલા વાવાઝોડા રેમલે મોનસૂનની આગમી પરિસ્થિતિ અનુકૂળ બનાવી દીધી છે. જણાવી દઈએ કે કેરળમાં છેલ્લા થોડા દિવસોથી ભારે વરસાદ થઈ રહ્યો છે.