ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લાના માંગરોળના માનખેત્રા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉત્સાહભેર ગ્રામજનોએ સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય દેવાભાઈ માલમ અને ભગવાનજીભાઈ કરગઠીયાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. આ પ્રસંગે કેન્દ્ર રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓની લોકોને જાણકારી આપવાની સાથે તેના લાભોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું અને નેનો યુરિયાના છંટકાવ માટેના ડ્રોનનું પણ નિદર્શન કરવામાં આવ્યું હતું. ઉપરાંત ગ્રામજનોએ હેલ્થ કેમ્પના માધ્યમથી ટીબી સ્ક્રિનિંગ સહિતની આરોગ્ય સેવાઓનો લાભ મેળવ્યો હતો. તેની સાથે ધરતી કહે પુકાર કે નાટકના માધ્યમથી ગ્રામજનોને પ્રાકૃતિક ખેતી માટે પણ પ્રેરિત કરવામાં આવ્યા હતા.
માંગરોળના માનખેત્રા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉત્સાહભેર સ્વાગત



