હત્યાના આરોપીને બિહાર પોલીસે ગોળી મારી, જઝઋ પર ફાયરિંગ કરી રહ્યો હતો
બિહારમાં સમ્રાટ ચૌધરીના ગૃહમંત્રી બનતા જ એક્શન શરૂ
- Advertisement -
પોલીસને જોતાં જ છ આરોપીઓ ભાગવા લાગ્યા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
બિહારમાં નવી સરકાર બનતાની સાથે જ પોલીસ ગુનેગારો સામે કાર્યવાહીમાં લાગી ગઈ છે. શુક્રવારે રાત્રે બેગુસરાયમાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (જઝઋ) અને જિલ્લા પોલીસ વચ્ચેના સંયુક્ત ઓપરેશન દરમિયાન એન્કાઉન્ટર થયું.
- Advertisement -
આ ઘટનામાં એક કુખ્યાત ગુનેગાર ઘાયલ થયો હતો. તેના પર સરપંચના પુત્રની હત્યા કરવાનો આરોપ છે. આ ઘટના સાહેબપુર કમલ પોલીસ સ્ટેશન વિસ્તારના શાલીગ્રામ અને માલ્હીપુર ગામની નજીક બની હતી.
ઘાયલ ગુનેગાર શિવદત્ત રાય (ઉં.વ.27) છે, જે તેઘરા પોલીસ સ્ટેશન વિસ્તારના બનહરા ગામના રહેવાસી રાજકિશોર રાયનો પુત્ર છે. પોલીસે ઘટનાસ્થળેથી મોટી માત્રામાં હથિયારો અને રોકડ રકમ પણ જપ્ત કરી છે. ઘાયલ વ્યક્તિ બેગુસરાયની સિવિલ હોસ્પિટલમાં પોલીસ કસ્ટડીમાં સારવાર હેઠળ છે. પોલીસ હજુ સુધી તેની સ્થિતિ જાહેર કરી રહી નથી.
સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (જઝઋ)ને માહિતી મળી હતી કે ફરાર ગુનેગાર શિવદત્ત રાય, સાહેબપુર કમલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં માલ્હીપુર નજીક હથિયારો ખરીદવા આવ્યો છે. માહિતી મળતાં, જઝઋ ટીમ ત્યાં પહોંચી. સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી.
STF અને સ્થાનિક પોલીસ ઇનપુટવાળી જગ્યા પર પહોંચી, તો બે બાઇક પર સવાર 6 આરોપીઓ પોલીસને જોતાં જ ગોળીઓ ચલાવવા લાગ્યા. આત્મરક્ષામાં પોલીસે ગોળી ચલાવી તો એક ગોળી શિવદત્ત રાયની જાંઘમાં લાગી અને તે પડી ગયો. બાકીના અપરાધીઓ અંધારાનો ફાયદો ઉઠાવીને ભાગી ગયા.
શિવદત્ત રાયને પકડીને પોલીસે જ્યારે પૂછપરછ કરી, તો તેની નિશાનદેહી પર એક ઘરમાંથી મોટી માત્રામાં હથિયાર, રોકડ અને કફ સિરપ જપ્ત કરવામાં આવ્યા છે.
2 સપ્ટેમ્બર, 2022ની રાત્રે તેઘડા પોલીસ સ્ટેશન વિસ્તારના ધનકૌલ પંચાયતના સરપંચ મીના દેવીના બનહારા સ્થિત ઘરે અપરાધીઓએ તાબડતોબ ગોળીબાર કર્યો હતો.
જેમાં સરપંચના નાના પુત્ર અવનીશ કુમારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે મોટો પુત્ર રજનીશ કુમાર ઘાયલ થયો હતો. આ હત્યા લૂંટફાટનો વિરોધ કરવા બદલ થઈ હતી. આ મામલામાં શિવદત્ત રાય અને તેના ગેન્ગના સરગના સહિત અનેક આરોપીઓ પર નામજોગ પ્રાથમીક (ઋઈંછ) નોંધાવવામાં આવી હતી.
આરોપીની ધરપકડ ન થતાં જઝઋ તેની પાછળ લાગી હતી, આ દરમિયાન ઇનપુટના આધારે રાત્રે જ્યારે તેની ધરપકડ કરવાની કોશિશ કરવામાં આવી, તો આરોપીઓએ પોલીસ પર ગોળી ચલાવી દીધી. પોલીસ પર 6-7 રાઉન્ડ ગોળી ચલાવી. જવાબમાં પોલીસે પણ ત્રણ રાઉન્ડ ગોળી ચલાવી છે.
સરપંચના પુત્રની હત્યાના મામલામાં લગભગ એક વર્ષ પહેલા શિવદત્ત રાયને ગાઝિયાબાદથી ધરપકડ કરીને બેગૂસરાય લાવીને જેલમાં મોકલવામાં આવ્યો હતો અને તે લગભગ બે મહિના પહેલા જ જામીન પર બહાર આવ્યો હતો.



