- ગુજરાત સરકાર દ્વારા આજે સમગ્ર ગુજરાતના આઈ.ટી.આઈ વિભાગમાં રોજગાર પત્રવિતરણ સમારોહ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે થઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં હજારો યુવાનોને રોજગારી મળી રહી છે: ગોવિંદભાઈ પટેલ ધારાસભ્ય સમારોહમાં મનીષભાઈ ચાંગેલા વિ.ડી. પટેલ હરસુખભાઈ ટોપિયા કિશોરભાઈ રાઠોડ વિનુભાઈ માથુકિયા લલીતભાઈ વોરા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા.
ધોરાજી આઈ.ટી.આઈ કચેરી ખાતે રાજ્યસરકારના શ્રમ અને રોજગાર વિભાગ ગાંધીનગર દ્વારા રોજગાર દિવસ અંતર્ગત રોજગાર પત્ર વિતરણ સમારોહ ધારાસભ્ય અને પૂર્વમંત્રી ગોવિંદભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
આ પ્રસંગે રાજકોટના ધારાસભ્ય અને પૂર્વમંત્રી ગોવિંદભાઇ પટેલ તેમજ રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી મનીષભાઈ ચાંગેલા, પ્રદેશભાજપ કારોબારી સદસ્ય વિડી.પટેલ, જિલ્લા ભાજપ મંત્રી હરસુખભાઈ ટોપીયા ,જિલ્લા ભાજપ બક્ષી પંચમોરચાના મહામંત્રી કિશોરભાઈરાઠોડ, શહેર ભાજપ પ્રમુખ વિનુભાઈ માથુકિયા, ધોરાજીવેપાર-ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલીતભાઇ વોરા, શહેર ભાજપ મહામંત્રી વિજયભાઈ બાબરીયા, મહામંત્રી મનીષભાઈ કંડોલીયા, જિલ્લા કારોબારી સદસ્ય દિલીપભાઈ હોતવાણી, મંત્રી વિઠ્ઠલભાઈ હિરપરા, પૂર્વભાજપના પ્રમુખ પ્રભુદાસભાઈ માવાણી, ડેપ્યુટી કલેકટર ગૌતમ મિયાણી, મામલતદાર કિશોર જોલાપરા, ધોરાજી આઈ.ટી.આઈ.ના પ્રિન્સિપાલ કે.વીવાઘમશી તેમજ વિ.વિ. ભેસાણીયા, સંજયભાઈ ચાવડા, ડેનિસભાઈ ઘેટીયા, જયદીપભાઇ મારડિયા વિગેરે અધિકારીઓના વરદહસ્તે દિપપ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો.
- Advertisement -
સમારોહના અધ્યક્ષસ્થાનેથી ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે જણાવેલકે, આજે ગુજરાત સરકાર દ્વારા શ્રમ અને રોજગાર વિભાગ ગાંધીનગરના માધ્યમથી સુરત ખાતે રોજગાર દિવસ અંતર્ગત રોજગાર પત્રવિતરણ સમારોહ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને યોજાઇ રહ્યો છે ત્યારે આજે ધોરાજી આઈ.ટી.આઈ. વિભાગમાં પણ જે વિદ્યાર્થીઓએ પોતાની સ્કીલ દર્શાવી છે તેવા તમામ વિદ્યાર્થીઓને અહીં રોજગાર પત્ર એનાયત કરવામાં અમને જે લાભ મળ્યો છે એ વિશે હું જણાવું છું કે, ભાજપસરકાર પહેલા જે સરકાર હતી અને સરકારે માત્ર રોજગારીની વાતો કરી હતી પરંતુ જ્યારથી ગુજરાતમાં ભાજપ સરકાર આવી ત્યારથી ખરા અર્થમાં વિદ્યાર્થીઓને રોજગારીની તક આપી છે તેનું આ મોટું ઉદાહરણ છે. કારણકે, આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે અનેક વિદ્યાર્થીઓને રોજગાર પત્ર એનાયત કરવામાં આવી રહ્યા છે સાથે સાથે સમગ્ર ગુજરાતની આઇ.ટી.આઈ. વિભાગ કચેરીઓમાં પણ એક સાથે સમારોહમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓને રોજગાર પત્ર મળી રહ્યા છે એનો અર્થ એ થાય છે કે વિદ્યાર્થીઓને નોકરીની ઉત્તમ તક મળી રહી છે એટલું જ નહીં ખેડૂતોની વાત કરીએ તો પણ ખેતરમાં પણ રોજગારીની તક ગરીબ પરિવારોને મળી રહી છે કારણકે કામ કરે એવા મજૂરો પણ મળતા નથી ત્યારે એમને પણ રોજગારીની ઉત્તમ તક મળી છે.
આ રીતે ગોવિંદભાઈ પટેલ ગુજરાત સરકારની શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા જે કાર્ય કરી રહ્યા છે અને ગુજરાત સરકારે પણ વિદ્યાર્થીઓ માટે અનેક રોજગારીની તકો ઉભી કરી છે તે વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી મનીષભાઈ ચાંગેલાએ જણાવેલ કે, આજે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સ્કીલ ઇન્ડિયાના મારફતે વિદ્યાર્થીઓ માટે રોજગારીની વધુ તકો આપી છે સ્કિલ ડેવલપમેન્ટના માધ્યમથી ટેકનિકલ હાઈસ્કૂલમાં આઈ.ટી.આઈ. વિભાગમાં અને ગરીબ વિદ્યાર્થીઓને પણ આજે રોજગારપત્રના માધ્યમથી નોકરી મળવાની તક પ્રાપ્ત થઈ છે. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે એક સાથે ગુજરાતની તમામ આઈ.ટી.આઈ. વિભાગની કચેરીઓમાંથી તમામ વિદ્યાર્થીઓને પોતાના સ્કીલના આધારે રોજગાર પત્રવિતરણ કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે ધોરાજીના જે વિદ્યાર્થીઓને આ તકનો લાભ મળ્યો છે તેને હું અભિનંદન પાઠવું છું આ સાથે ધોરાજી આઇ.ટી.આઈ. વિભાગના અધિકારીઓનો તેમજ વિદ્યાર્થી બંધુઓનો આભાર માન્યો હતો.
- Advertisement -
આ સાથે પ્રદેશ ભાજપ સદસ્ય વી.ડી.પટેલે પણ વિદ્યાર્થીઓને આઈ.ટી.આઈ.માં રોજગારીની તકો મળે તે વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
આ સમયે ધોરાજી આઈ.ટી.આઈ. વિભાગમાંથી જે વિદ્યાર્થીઓએ પોતાની સ્કિલ ડેવલપમેન્ટના આધારે શ્રેષ્ઠ કામગીરી બજાવી હતી તેવા તમામ વિદ્યાર્થીઓને મહેમાનોના વરદ હસ્તે રોજગાર પત્રવિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન સંજયભાઈ ચાવડા કર્યું હતું.