ટ્રેડિંગમાં પૈસા હારી જતા કડકાઈ દૂર કરવા દુકાનમાં જ કર્યો હાથફેરો
વેપારીએ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા એલસીબીએ ભેદ ઉકેલી નાખ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં ભક્તિનગર સ્ટેસન રોડ પર લેપટોપની દુકાનમાંથી નવ લેપટોપની ચોરી અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ હતી એલસીબી ઝોન -2 ની ટીમે દુકાનમાં કામ કરતાં કર્મચારીને ઝડપી લઇ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે છેલ્લા 10 દિવસમાં દરરોજ લેપટોપની ચોરી કરી લોધાવાડમાં વેપારીને 30 હજારમાં વેંચી દીધાની કબૂલાત આપતા પોલીસે કબ્જે કર્યા છે પોતે ટ્રેડિંગમાં રૂપીયા હારી જતાં કડકાઈ દૂર કરવા ચોરીને અંજામ આપ્યાની કબૂલાત આપી છે.
- Advertisement -
રાજકોટના રેસકોર્ષ રિંગરોડ પર મારૂતિનગરમાં રહેતાં અને ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં રવીન ચેમ્બરમાં કાઇઝન સિસ્ટમ સોલ્યુશન નામની લેપટોપની દુકાન ધરાવી વેપાર કરતા વૈભવભાઈ હિમાંશુભાઈ ભટ્ટ ઉ.44એ જૂનાગઢના અને આ દુકાનમાં જ મોકરી કરતા સ્મીત જગદીશ વ્યાસ સામે એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઇ તા.23ના સાંજે એક ગ્રાહકનો આસુસ કંપનીના લેપટોપનો ઓર્ડર આવેલ હોય જેથી કર્મચારી રણજીતભાઈ વિશ્વકર્મા દુકાનમાં જ પાછળના ભાગે રહેલ સ્ટોર રૂમમાં ઓર્ડર આવેલ લેપટોપ લેવા ગયેલ હતા, તો ઓર્ડર આવેલ લેપટોપ ચેક કરતા તે લેપટોપનું માત્ર ખાલી બોક્સ જોવા મળેલ અને તેમાં રહેલ લેપટોપ મળી આવેલ ના હતું જેથી તેઓ અને કર્મચારીઓએ સ્ટોર રૂમમાં રાખેલ લેપટોપના બીજા બોક્સ પણ ચેક કરતા સ્ટોરરૂમમાં રાખેલ લેપટોપ બોક્સમાં જોવા મળેલ નહીં અને લેપટોપના ખાલી બોક્સ જ હાજર હતા તેની દુકાનના સ્ટોર રૂમમાથી 7.16 લાખની કિંમતના નવ લેપટોપ જોવા મળેલ નહીં જેથી દુકાનમાં રહેલ સી.સી.ટી.વી ચેક કરતા દુકાનમાં થોડા દિવસ પહેલા નોકરી પર રાખેલ સ્મિત વ્યાસ નામનો કર્મચારી તા.23ના ખાલી બેગ લઈને આવી બેગમાં કઈક ભરીને જતો જોવા મળ્યો હતો આ સ્મિત વ્યાસને ગત તા. 11 ના દુકાનમાં નોકરીમાં રાખેલ હતો તે તા.11 થી તા.23/09 સુધી કોઈપણ સમયે દુકાનમાથી લેપટોપ ચોરી કરી લઈ ગયેલનું ખુલતાં ફરીયાદ નોંધાવી હતી.
દરમિયાન પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી મહેન્દ્ર બગડીયા, ડિસીપી રાકેશ દેસાઇ દ્વારા ચોરીના ગુન્હાઓનો ભેદ ઉકેલવા આપેલી સૂચના અન્વયે એલસીબી ઝોન-2ના પીએસઆઇ આર.એચ.ઝાલા અને ટીમના એએસઆઇ જે.વી.ગોહેલ, રાજેશ મિયાત્રા, જે.વી.ગોહેલ, હેડ કોન્સ્ટેબલ ધર્મરાજસિંહ ઝાલા, શક્તિસિંહ ગોહિલ, હેમેન્દ્ર વાધિયા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, અંકિત નિમાવત, અનિલ ઝીલરીયા અને કોન્સ્ટેબલ કુલદીપસિંહ રાણા, અમીન ભૂલર અને પ્રશાંત ગજેરાને બાતમી મળી હતી કે એક શખ્સ શાસ્ત્રી મેદાન સામે લેપટોપ વેચવાની પેરવી કરી રહ્યો છે આ બાતમી આધારે ટીમે તુરંત દોડી જઈ આરોપી સ્મીત દર્શિત વ્યાસને પકડી પાડી એક લેપટોપ કબ્જે કર્યું હતું તેની પૂછતાછ કરતા તેણે અન્ય લેપટોપ લોધાવાડમાં આવેલ લેપટોપ રીપેરીંગનું કામ કરતાં જયેશ ચાવડા નામના વેપારીને 30 હજારમાં વેચી દીધાની કબૂલાત આપતાં પોલીસે વેપારી પાસેથી અન્ય આઠ લેપટોપ સહીત 7.16 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આરોપી ટ્રેડિંગમાં રૂપીયા હારી ગયો હોવાથી દેણું ઉતારવા માટે ચોરી કર્યાની કબૂલાત આપી હતી આરોપીએ અગાઉ અમદાવાદના વસ્ત્રાપુર રોડ પર માનસી સર્કલ પાસે આવેલ હેલ્યો સેન્ટ્રીકસ કંપનીમાંથી પણ ચાર લેપટોપ ચોર્યા હોવાની પણ કબૂલાત આપી હતી.