પ્રથમ તબકકાની ચૂંટણી લડી રહેલા 19 સૌથી વધુ ધનવાનમાં ચાર ભાજપના, ત્રણ કોંગ્રેસના સામેલ
ભાજપના 36%, કોંગ્રેસના 34% ઉમેદવાર અપરાધિ: રાજદના 100% ખરડાયેલો રેકોર્ડ ધરાવે છે: 280 ગ્રેજયુએટ અને 26 અભણ પણ ચૂંટણી મેદાનમાં
- Advertisement -
દરેક ઉમેદવાર સરેરાશ 4.51 કરોડની સંપતિ ધરાવે છે: ભાજપના ઉમેદવારોની સરેરાશ સંપતિ રૂા.22.37 કરોડ, કોંગ્રેસના કેન્ડીડેટની રૂા.27.39 કરોડ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.9
ચૂંટણીને મની મસલ્સ પાવરથી મુક્ત કરવાના અનેક વખત કરાતા દાવા છતા દેશની એક બાદ એક ચૂંટણીમાં વધુને વધુ નાણા અને માફીયા- ગુન્હાખોરીના પ્રભાવ હેઠળ આવી રહી છે અને હાલ યોજાઈ રહેલી ચૂંટણીના પ્રથમ તબકકાના 102 બેઠકોમાં જે મુખ્ય રાજકીય પક્ષો સ્પર્ધામાં છે. 28% ઉમેદવાર કરોડપતિ છે તે 16%
દાગી છે.
- Advertisement -
પ્રથમ તબકકામાં મધ્યપ્રદેશના છીંદવાડાની ચૂંટણી લડી રહેલા સીટીંગ સાંસદ અને પુર્વ મુખ્યમંત્રી કમલનાથના પુત્ર નકુલનાથ એ સૌથી ધનવાન ઉમેદવાર છે. તેઓએ ચૂંટણી નામાંકન સમયે તેમની સંપતી રૂા.716 કરોડની હોવાનું જાહેર કર્યુ છે તો તામિલનાડુના તુતુકુડીમાં અપક્ષ તરીકે ચૂંટણી લડી રહેલા પોનરાજ પાસે સંપતિના નામે ફકત અને ફકત રૂા.320 છે. પ્રથમ તબકકાના મુખ્ય રાજકીય પક્ષના 252 ઉમેદવારો એટલે કે કુલ ઉમેદવારોના 16% સામે ફોજદારી કેસ છે જેમાં સાત સામે તો હત્યાના કેસ છે તો 15માં અલગ અલગ કેસમાં દોષિત પણ જાહેર થયા છે પણ અપીલમાં જઈને તેઓએ સજા સામે ‘સ્ટે’ મેળવીને ચૂંટણી લડે છે.
એસોસીએશન ફોર ડેમોક્રેટીક રીફોર્મ દ્વારા આ વિશ્ર્લેષણ કરવામાં આવ્યું છે જેના રિપોર્ટમાં જણાવ્યું છે કે તેઓએ 1618 ઉમેદવારોના વિશ્લેષણ કર્યા છે તેમાં 28% એટલે કે 450 ઉમેદવાર કરોડપતિ છે અને સરેરાશ સંપતિ રૂા.4151 કરોડ છે તો રસપ્રદ રીતે બિહારમાં પ્રથમ તબકકાની ચૂંટણી લડી રહેલા તમામ 7 દાગી છે એટલે કે 100% ક્રિમીનલ છે.
જેમાં બે સામે તો અત્યંત ગંભીર અપરાધો છે. ભાજપે 36%ને અને કોંગ્રેસ પક્ષ 34% દાગીઓને પ્રથમ તબકકામાં ટિકીટ આપી છે. ભાજપના 18% અને કોંગ્રેસના 17% ઉમેદવારો સામે ગંભીર કેસ છે તો બસપાના 13% ઉમેદવાર દાગી છે. આમ પ્રથમ ચરણના સૌથી ધનીક 10માં ચાર ભાજપના અને ત્રણ કોંગ્રેસના છે.જો કે સંપતિ મામલે કોંગ્રેસ આગળ છે. આ પક્ષના ત્રણ ઉમેદવારોની કુલ સંપતિ રૂા.937 કરોડ છે તો ભાજપના ચાર ઉમેદવારોની કુલ સંપતિ રૂા.764 કરોડ છે.તો 280 ઉમેદવાર ગ્રેજયુએટ તેની સામે 26 અભણ પણ છે. રાજદના જે 7 ઉમેદવારો મેદાનમાં છે તે તમામ કરોડપતિ છે. આમ પ્રથમ તબકકાની ચૂંટણી લડી રહેલા 1625 ઉમેદવારો સામે કુલ રૂા.7300 કરોડની સંપતિ છે. ભાજપના 77 ઉમેદવારોની સરેરાશ સંપતિ રૂા.22.37 કરોડ છે. કોંગ્રેસના 56 ઉમેદવારોની સરેરાશ સંપતિ રૂા.27,39 કરોડ છે.