ખાસ-ખબર સંવાદદાતા
ભારત આઝાદીના 75 વર્ષ તેમજ ભારતના વિકાસ અને સિદ્ધિની ઉજવણીના ભાગરૂપે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ તથા ‘ક્લિન ઈન્ડિયા’ પ્રોગ્રામ ઉજવવામાં આવી રહ્યો છે. આ ઉજવણીના ભાગરૂપે સ્વચ્છ ભારત મિશન 2.0 અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરીજનોમાં સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિ આવે તે અને આગામી સ્વચ્છતા સર્વેક્ષણ 2023માં શહેરનું અગ્રીમ સ્થાન આવે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના પ્રતિષ્ઠિત વ્યક્તિઓને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવે છે જે સબબ આ વર્ષે પણ સર્વેક્ષણ 2023 અંતર્ગત નીચે મુજબના શહેરના પ્રતિષ્ઠિત નાગરિકોને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે.
(1) જયેશ ઈન્દુકુમાર ઉપાધ્યાય (ટ્રસ્ટી, બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ), (2) પુજાબેન સુરેશભાઈ વઘાસીયા (એડમિનિસ્ટ્રેટર રાજકોટ પ્રયાસ સ્પેશ્યલ સ્કૂલ), (3) ડોરામાણી ભરત એમ. (પ્રિન્સિપાલ કોલેજ, લાભુભાઈ ત્રિવેદી એન્જિ. તેમજ શિક્ષણવિદ્ અને શિક્ષણ જગતના અગ્રણી), (4) પાયલ રાઠવા (ટ્રાન્સજેન્ડર રાજકોટ એક્ટિવિસ્ટ)
ઉપરોક્ત બ્રાન્ડ એમ્બેસેડર દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2023 અંતર્ગત શહેરીજનોમાં સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિ કેળવાય તે હેતુથી યોજવામાં આવતાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી લોકોને સ્વચ્છતા કેળવવા માટે પ્રેરિત કરવા અંગેની કામગીરી આગામી વર્ષ દરમિયાન કરવામાં આવશે.