મેનકા ગાંધીએ કહ્યું કે એલ્વિશની ધરપકડ કરવાની જરૂર છે, તે આ સમગ્ર મામલાના માસ્ટરમાઇન્ડ છે. સાંભળ્યું છે કે તે રેવ પાર્ટીઓનું આયોજન કરે છે જેમાં તે અજગર અને કોબ્રામાંથી ઝેર કાઢીને વેચે છે
બિગ બોસ OTT વિજેતા અને પ્રખ્યાત યુટ્યુબર એલ્વિશ યાદવ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. આરોપ છે કે એલ્વિશ યાદવે ક્લબને પ્રતિબંધિત પદાર્થો સપ્લાય કર્યા છે. નોઈડાના સેક્ટર 49 પોલીસ સ્ટેશનમાં એલ્વિશ સહિત 7 લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પીપલ ફોર એનિમલ્સ એટલે કે પીએફએની ટીમે સાપનું ઝેર રિકવર કર્યું છે અને દરોડા દરમિયાન ટીમે 5 કોબ્રા સહિત 9 સાપ પણ જપ્ત કર્યા છે.
- Advertisement -
મેનકા ગાંધીએ એલ્વિશ યાદવની ધરપકડની માંગ કરી
નોંધનીય છે કે પાર્ટીઓમાં નશા માટે આ ઝેર સપ્લાય કરવામાં આવતું હોવાનો પણ આરોપ છે. આ પછી એલ્વિશ યાદવની મુશ્કેલીઓ વધી રહી છે. જણાવી દઈએ કે જે સંગઠને એલ્વિશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે તે ભાજપ સાંસદ મેનકા ગાંધીની માલિકીનું છે. મેનકા ગાંધીએ આ મામલામાં એલ્વિશ યાદવની ધરપકડની માંગ કરી છે.
સમગ્ર મામલાના માસ્ટરમાઇન્ડ છે એલ્વીશ યાદવ
મેનકા ગાંધીએ કહ્યું કે એલ્વિશની ધરપકડ કરવાની જરૂર છે, તે આ સમગ્ર મામલાના માસ્ટરમાઇન્ડ છે. સાંસદે કહ્યું, ‘ અમે સાંભળ્યું છે કે તે રેવ પાર્ટીઓનું આયોજન કરે છે જેમાં તે અજગર અને કોબ્રામાંથી ઝેર કાઢીને વેચે છે. જંગલમાંથી સાપ પકડીને મારી નાખવામાં આવે છે. તમામ લુપ્તપ્રાય પ્રજાતિઓની યાદીમાં છે. કાયદા હેઠળ જંગલમાંથી સાપ લાવીને મારી નાખનારાઓને સાત વર્ષની જેલની સજા છે, જે તમામને મળવી જોઈએ.
Uttar Pradesh Police registers FIR against YouTuber and Bigg Boss winner Elvish Yadav, for making available snake venom at rave parties
- Advertisement -
BJP MP and founder of People for Animals (PFA), Maneka Gandhi says, "He should be arrested immediately. This is a grade-I crime – that means… pic.twitter.com/26qX6gciG3
— ANI (@ANI) November 3, 2023
આગળ મેનકા ગાંધીએ કહ્યું કે, અમારી PFA ટીમના સૌરવ અને ગૌરવે એક ટ્રેપ ગોઠવ્યું અને એલ્વીશ યાદવને પૂછ્યું કે અમે પાર્ટી કરી રહ્યા છીએ.અલવીશ યાદવે તેમને કહ્યું કે આ લોકો છે અને હું પાર્ટીઓમાં સપ્લાય કરું છું.
શું કહેવું છે ફરિયાદીનું ?
FIRની કોપી મુજબ આરોપીઓમાં એલ્વિશ યાદવનું નામ પણ નોંધાયેલું છે. પીપલ ફોર એનિમલ્સમાં એનિમલ વેલફેર ઓફિસર તરીકે કામ કરતા ગૌરવ ગુપ્તાએ આ એફઆઈઆર નોંધાવી છે.ગૌરવ ગુપ્તાના જણાવ્યા અનુસાર નોઈડામાં આવી ગતિવિધિઓની માહિતી મળી રહી હતી. એવું પણ બહાર આવ્યું છે કે, યુટ્યુબર એલ્વિશ યાદવ કેટલાક લોકો સાથે નોઈડા-એનસીઆરના ફાર્મ હાઉસમાં સાપના ઝેર અને જીવંત સાપ સાથે વીડિયો શૂટ કરે છે. આ સાથે ગેરકાયદેસર રીતે રેવ પાર્ટીઓનું આયોજન કરવાની પણ માહિતી મળી હતી.
એલવીશે પોતે એજન્ટનો નંબર આપ્યો હતો અને પછી….
આ માહિતીના આધારે એક બાતમીદારે એલ્વિશ યાદવનો સંપર્ક કર્યો હતો. આવી વાત કરતાં એલવીશે રાહુલ નામના એજન્ટનો નંબર આપ્યો અને કહ્યું કે, તમે તેને નામથી ફોન કરશો તો વાતચીત થઈ જશે. આ પછી બાતમીદારે રાહુલનો સંપર્ક કર્યો અને તેને પાર્ટીનું આયોજન કરવા આમંત્રણ આપ્યું. ફરિયાદીએ વન વિભાગના અધિકારીઓ અને પોલીસને જાણ કરી હતી. 2 નવેમ્બરના રોજ આરોપી સાપ લઈને સેવરોન બેન્ક્વેટ હોલમાં પહોંચ્યો હતો. દરમિયાન વન વિભાગની ટીમે પોલીસની મદદથી આરોપીને પકડી લીધો હતો. પોલીસે દિલ્હીથી પાંચ લોકોની ધરપકડ કરી છે, જેની ઓળખ રાહુલ, તિતુનાથ, જયકરણ, નારાયણ અને રવિનાથ તરીકે થઈ છે.
દરોડામાં કયા સાપ ઝડપાયા?
પોલીસના દરોડામાં સાપનું ઝેર, પાંચ કોબ્રા, એક અજગર, બે લાંબી પૂંછડીવાળા સાપ અને એક ઘોડાની પૂંછડીવાળો સાપ મળી આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે, તમામ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એલ્વિશ યાદવ સહિત છ નામના અને કેટલાક અજાણ્યા લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ ગેંગ સાથે એલ્વિશ યાદવની સંડોવણી અંગે તપાસ કરવામાં આવી રહી છે.