અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં ઈલોન મસ્કનો મોટો દાવો
મસ્કે દેશભરમાં બેલેટ પેપર દ્વારા જ ચૂંટણી યોજવા અને હાથથી મતોની ગણતરી કરવાની અપીલ કરી હતી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.21
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં ઈલોન મસ્કે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે ઊટખથી ચૂંટણીમાં ગોટાળા કરવામાં આવે છે. મસ્કે દેશભરમાં બેલેટ પેપર દ્વારા જ ચૂંટણી યોજવા અને હાથથી મતોની ગણતરી કરવાની અપીલ કરી હતી. મસ્કે વોટિંગ મશીન બનાવતી કંપનીને નિશાન બનાવી હતી. જો કે, કંપનીએ મસ્કના દાવાઓને ફગાવ્યા હતા.હરિયાણા અને જમ્મુ કાશ્ર્મીરમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.
હવે આવતા મહિને મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. હરિયાણા વિધાનસભા ચૂંટણીનાં પરિણામો બાદ ફરી એકવાર EVM પર સવાલો ઊભા થઈ રહ્યા છે. કોંગ્રેસ આ મામલે ચૂંટણીપંચ પર સતત પ્રહારો કરી રહી છે જો કે ચૂંટણીપંચ EVM માં ગેરરીતિના કોંગ્રેસના આરોપોને ફગાવી રહ્યું છે. બીજેપી પણ તેમને ખોટા ગણાવી રહી છે, પરંતુ આ બધા વચ્ચે વિશ્ર્વના સૌથી ધનિક વ્યક્તિ અને સ્પેસ એક્સના સીઈઓ ઈલોન મસ્ક દ્વારા ઊટખ અંગે આપવામાં આવેલ નિવેદને આ મામલાને હવા આપી છે. ઈલોન મસ્કે કહ્યું, “હું એક ટેક્નિશિયન છું અને હું માત્ર એટલું કહેવા માગું છું કે EVM દ્વારા મતદાન ન થવું જોઈએ. કારણ કે ઊટખ હેક થઈ શકે છે. VVPAT કમ્પ્યુટર પ્રોગ્રામિંગ સાથે જોડાયેલું હોય છે અને તેને હેક કરવું શક્ય છે.” તેમનું આ નિવેદન એટલા માટે મહત્ત્વનું છે કારણ કે તેઓ વિવિધ પ્રોજેક્ટ્સ પર વૈજ્ઞાનિકો સાથે સતત કામ કરે છે. ઈલોન મસ્કના નિવેદન બાદ કોંગ્રેસે ફરી સોશિયલ મીડિયા પર આ મુદ્દો ઉઠાવવાનું શરૂ કર્યું છે. કોંગ્રેસના કેટલાક નેતાઓએ ડ પર લખ્યું, EVM હેક થઈ શકે છે. આ વર્ષે જૂનમાં ઈલોન મસ્કે કહ્યું હતું કે EVM હેક થઈ શકે છે, ત્યારે લોકસભા ચૂંટણી ચાલી રહી હતી. પછી કોંગ્રેસે તેને મુદ્દો બનાવ્યો, જ્યારે ભાજપના ચંદ્રશેખર નાનાયે નિવેદન આપ્યું કે અમારી પાસે ઇન્ટરનેટ કનેક્ટેડ સિસ્ટમ નથી જેથી તમે તેને હેક કરી શકો. જો તે ઈન્ટરનેટ સાથે જોડાયેલ હોત તો તે હેક થઈ શક્યું હોત. ત્યારે આ મામલો દબાવી દેવામાં આવ્યો હતો પરંતુ ફરી એકવાર EVM હેકિંગનું જીન બહાર આવ્યો છે.
ઈલોન મસ્કે 15 જૂને લખ્યું- EVMને ખતમ કરી દેવું જોઈએ. તે મનુષ્યો અથવા AIદ્વારા હેક થવાનું જોખમ છે. જો કે આ જોખમ ઓછું છે, તેમ છતાં તે ઘણું વધારે છે. અમેરિકામાં આના દ્વારા વોટિંગ ન કરાવવું જોઈએ. આ વર્ષે એપ્રિલમાં, ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન EVM) વોટ અને વોટર વેરિફાઈબલ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT) સ્લિપના 100% ક્રોસ-ચેકિંગની માંગ અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જો કે, આ માંગને લગતી અરજીઓ સુપ્રીમ કોર્ટમાં ફગાવી દેવામાં આવી હતી. આ સિવાય અનેક રાજકીય પક્ષો સાથે જોડાયેલા લોકો ઈવીએમ પર સવાલ ઉઠાવી રહ્યા છે.
- Advertisement -