જનરલ ઓબ્ઝર્વર ટી.એન.વેંકટેશે મીડિયા સેન્ટર અને સી-વિજિલ કંટ્રોલ રૂમની મુલાકાત કરી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
- Advertisement -
જૂનાગઢ 11-પોરબંદર લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ કેશોદ અને માણાવદર વિધાનસભા મતવિસ્તાર ઉપરાંત માણાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી સંદર્ભે જનરલ ઓબ્ઝર્વર ટી.એન.વેંકટેશે ચૂંટણીલક્ષી કામગીરીની સમીક્ષા કરી હતી. આ સાથે તેમણે જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે એમસીએમસી હેઠળના મીડિયા સેન્ટર અને સી-વિજીલ કંટ્રોલ રૂમની મુલાકાત કરી જરૂરી વિગતો મેળવી હતી.
જિલ્લા ચૂંટણી અધિકારી અનિલકુમાર રાણાવાસિયાએ કેશોદ અને માણાવદર વિધાનસભા મતવિસ્તારની સાથે 85- માણાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે પૂર્વ તૈયારીઓ અને પૂર્ણ કરાયેલ કામગીરી વિશે વિગતવાર જાણકારી આપી હતી. ભારે ગરમીને ધ્યાનમાં રાખીને મતદાન મથકો પર મતદારો માટે પીવાના પાણી, છાયડો ઉપરાંત આરોગ્ય સેવાની જાણકારી આપી હતી. આ સાથે ચૂંટણી ઓળખકાર્ડ- વોટર ઇન્ફોર્મેશન સ્લીપ વિતરણ સહિતની કામગીરીથી અવગત કરાવ્યા હતા ત્યારે એસપી હર્ષદ મહેતાએ કાયદો અને વ્યવસ્થા, સુરક્ષા ધ્યાનમાં રાખી પોલીસ બંદોબસ્ત, ફ્લેગ માર્ચ વગેરે બાબતોથી જનરલ ઓબ્ઝર્વરને અવગત કર્યા હતા.આ બેઠક પૂર્ણ થયા બાદ ટી.એન.વેંકટેશે એમસીએમસી હેઠળ કાર્યરત મીડિયા સેન્ટરની મુલાકાત કરી કરી હતી. તેમણે ખાસ કરીને મીડિયા મોનિટરિંગ માટે વ્યવસ્થાની જાણકારી મેળવી હતી. અંતે સી-વિઝિલ કંટ્રોલ રૂમની મુલાકાત દરમિયાન ફરિયાદોના નિરાકરણ માટે કાર્યવાહી સંદર્ભે જરૂરી ચર્ચા કરી હતી અને ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ કાર્યવાહી કરવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.