ચૂંટણી પંચ તરફથી મતદાર યાદીમાં સુધારાનું કામ મોટા પાયે ચાલી રહ્યું છે, જે અંતર્ગત ચૂંટણી પંચે અત્યાર સુધીમાં 1 કરોડ જેટલી એન્ટ્રી ઠીક કરી છે.
ચૂંટણી પંચ તરફથી મતદાર યાદીમાં સુધારાને લઈને કામ ચાલી રહ્યું છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી લગભગ 1 કરોડ એન્ટ્રી કાં તો ઠીક કરી છે અથવા તો તેને હટાવી દીધી છે. ચૂંટણી પંચ તરફથી આ કામ છેલ્લા 7 મહિનામાં કરવામા આવ્યું છે. આ દરમિયાન ચૂંટણી પંચે વોટર આઈડી કાર્ડને લઈને પણ કેટલાય પગલા ઉઠાવ્યા છે.
- Advertisement -
ચૂંટણી પંચ તરફથી દેશના તમામ મતદારોના ડેટા હવે ઓનલાઈન થઈ રહ્યા છે. ત્યારે આવા સમયે ડુપ્લીકેટ ડેટા અથવા એન્ટીને હટાવા તથા તેમા સુધારો કરવા, ચૂંટણી પંચના એજન્ડામાં સામેલ છે. ડેટા ઓનલાઈન અપડેટ કરવાના આ કામમાં વોટર આઈડી કાર્ડને ડેમોગ્રાફિક અને ફોટોગ્રાફિક ડેટા સાથે મેળ કરીને સુધારવામાં આવી રહ્યું છે.
આધાર કાર્ડને વોટર આઈડી કાર્ડ સાથે જોડવાની પ્રક્રિયા
મતદારોના ડેટા ઓનલાઈન કરવાની પ્રક્રિયા સરળ કરવા માટે ચૂંટણી પંચે 1 ઓગસ્ટથી આધારને વોટર આઈડી કાર્ડ સાથે લિંક કરવાની વ્યવસ્થા શરૂ કરી છે. જો કે, આ પગલાથી વિપક્ષે વિરોધ કર્યો છે. વિપક્ષનું કહેવુ છે કે, તેનાથી મતદારોનો ડેમોગ્રાફિક ડેટા અને પર્સનલ વિગતો જાહેર થઈ જશે. ચૂંટણી પંચના અધિકારીઓનું કહેવુ છે કે, પંચ તરફથી અત્યાર સુધીમાં 11,91,191 ડેમોગ્રાફિક એન્ટ્રીની ઓળખાણ ડુપ્લીકેટ એન્ટ્રી તરીકે થઈ છે. તેની સાથે જ તેમાં 9,27,853 એન્ટ્રી હટાવી દીધી છે.
- Advertisement -
એકસરખી ફોટોગ્રાફ એન્ટ્રીમાં કર્યા સુધારા
ચૂંટણી અધિકારીએ જણાવ્યું છે કે, ચૂંટણી પંચે 31,889,422 એક સરખી ફોટોગ્રાફિક એન્ટ્રીની ઓળખાણ કરી અને 9,800,412 એન્ટ્રીને હટાવી દીધી છે. પીએસઈ ગણતરી બે તબક્કામાં થઈ હતી. પહેલા તબક્કામાં 2022માં ડ્રાફ્ટ પબ્લિકેશનના પ્રકાશન પહેલા મતદાનવાળા પાંચ રાજ્યોની ગણતરી થઈ હતી. જ્યારે બીજા તબક્કામાં બાકીના 32 રાજ્યો માટે સાર્વજનિક ઉપક્રમોની ગણતરી કરવામાં આવી