ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.11
લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચેની મોટી કાર્યવાહી કરી છે. વાત જાણે એમ છે કે, ચૂંટણી પંચે મંગળવારે એટલે કે 9 એપ્રલે તેલંગાણા સરકારના 106 કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. વિગતો મુજબ ચૂંટણી પંચે આ કર્મચારીઓ પર આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ કેસ નોંધ્યો છે. તેલંગાણાના આ સરકારી કર્મચારીઓએ કથિત રીતે BRSની બેઠકમાં ભાગ લીધો હતો.
- Advertisement -
એક અહેવાલ મુજબ આ 106 સરકારી કર્મચારીઓ કથિત રીતે તેલંગાણાના સિદ્ધીપેટ જિલ્લામાં ઇછજ ની બેઠકમાં હાજર હતા. સત્તાવાર સૂત્રોએ મંગળવારે જણાવ્યું કે 7 એપ્રિલ, 2024ની રાત્રે તેલંગાણાના સિદ્દીપેટ જિલ્લામાં યોજાયેલી બેઠકમાં મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ હાજર હતા. ભાજપની ફરિયાદના આધારે ચૂંટણી અધિકારીઓની ફ્લાઈંગ સ્કવોડ સભા સ્થળે પહોંચી હતી. ફ્લાઈંગ સ્કવોડ ત્યાં પહોંચતા જ તેમને જોઈ ત્યાં હાજર ઘણા કર્મચારીઓ ત્યાંથી ભાગી ગયા હતા.બાદમાં આ કર્મચારીઓની ઓળખ સીસીટીવી દ્વારા થઈ હતી. સિદ્ધિપેટ જિલ્લા મેજિસ્ટ્રેટ એમ મનુ ચૌધરીએ જેઓ જિલ્લા ચૂંટણી અધિકારી પણ છે તેમણે મોડી રાત્રે 106 કર્મચારીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ જાહેર કર્યો.