ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
કેશોદ નજીક ફાગળી રોડ પર ડમ્પર ચાલકે હડફેટે લેતા બાઇક ચાલક વૃઘ્ધના શરીરનો એક બાજુનો ભાગ છુંદા ગયો હતો અને હાથ કાંડાથી અલગ થઇ ગયો હતો.
તાલુકાના ટીંબીના અને હાલ કેશોદના ફાગડી રોડ આવેલા ભરડીયા પર રહેતા અને મજુરી કામ કરતા ગોવિંદભાઈ મગનભાઈ ઠાકોર (ઉ.વ.60) આજે સવારે બાઇક પર કેશોદથી ભરડીયા પર જતાં હતા ત્યારે તોરણીયા મંદિર પાસે સામેથી આવતા ડમ્પર ચાલકે બાઈકને હડફેટે લેતા ગોવિંદભાઈનો હાથ કાંડાથી અલગ થઈ ગયો હતો અને ડાબી બાજુના પડખાનો આખો ભાગ છૂંદાઈ ગયો હતો. બંને પગ ભાંગી ગયા હતા. ગોવિંદભાઈનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ અંગે મૃતકના પુત્રએ ડમ્પર ચાલક હીરા બાલુ જોરા સામે ફરિયાદ કરતા કેશોદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ઓવરલોડ ખનિજ ભરેલા ડમ્પર, ટ્રેક્ટર માતેલા સાંઢની જેમ લોકોના જીવને જોખમમાં મુકે છે ત્યારે ટ્રાફીક પોલીસ દ્વારા આવા વાહનો સામે કાર્યવાહીના બદલે બાઈક ચાલકોને દંડ કરી સંતોષ માનવામાં આવે છે.



