મહારાષ્ટ્રના રાજકારણમાં ઑટો ડ્રાઈવરથી પોતાના જીવનની શરૂઆત કરનારા એકનાથ શિંદેએ 80ના દાયકામાં રાજકીય ઈનિંગની શરૂઆત શિવસેના સાથે કરી હતી. શિવસેનામાં એક કાર્યકર્તા તરીકે જોડાયેલા રહ્યાં અને રાજકારણની ઊંચાઈઓ સર કરતા રહ્યાં.
- Advertisement -
મ્યુનિસિપલ કાઉન્સિલરથી, ધારાસભ્ય અને મંત્રી સુધીનો પ્રવાસ
મ્યુનિસિપલ કાઉન્સિલરથી ધારાસભ્ય અને મંત્રી સુધીનો પ્રવાસ કર્યો. હવે તે મુખ્યમંત્રી બનવા જઇ રહ્યાં છે. ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ એવી અટકળો લગાવવામાં આવતી હતી કે દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના નવા મુખ્યપ્રધાન બનશે અને એકનાથ શિંદેને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવશે. પરંતુ ગુરૂવારે પત્રકાર પરિષદ કરી દેવેન્દ્ર ફડણવીસે આ જાહેરાત કરી બધાને ચોંકાવી દીધા છે કે એકનાથ શિંદે મહારાષ્ટ્રના નવા સીએમ બનશે અને ભાજપ તેમને પોતાનુ સમર્થન આપશે.
- Advertisement -
ઑટો રીક્ષાના ડ્રાઈવરથી મંત્રી સુધીનો સફર
મહારાષ્ટ્રમાં 9 ફેબ્રુઆરી 1964ના રોજ જન્મેલા એકનાથ શિંદે સતારા જિલ્લાના પહાડી જવાલી તાલુકામાંથી આવે છે અને મરાઠી સમુદાયથી છે. એકનાથ શિંદેએ 11મા ધોરણ સુધી થાણેમાં અભ્યાસ કર્યો અને ત્યારબાદ વાગલે એસ્ટેટ વિસ્તારમાં રહીને ઑટો રીક્ષા ચલાવવા લાગ્યો. ઑટો રીક્ષા ચલાવતી વખતે એકનાથ શિંદે 80ના દાયકામાં શિવસેના સાથે જોડાયા અને પાર્ટીના સામાન્ય કાર્યકર્તા તરીકે પોતાની રાજકીય સફર શરૂ કરી છે.
થાણેના સૌથી પ્રભાવશાળી નેતાઓમાં એકનાથ શિંદેની ગણતરી
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈને અડીને થાણે જિલ્લાના સૌથી પ્રભાવશાળી નેતાઓમાં એકનાથ શિંદેની ગણતરી થાય છે. લોકસભાની ચૂંટણી હોય અથવા મ્યુનિસિપલ કોર્પોરેશનની, થાણેમાં જીતવા માટે એકનાથ શિંદેનો સાથે જરૂરી માનવામાં આવે છે. જો કે, એકનાથ શિંદેએ શિવસેનામાં પાયાના કાર્યકર્તા તરીકે કામ કર્યુ અને થાણેના પ્રભાવશાળી નેતા આનંદ દીઘેની આંગળી પકડીને આગળ વધ્યાં.
2001માં મ્યુનિસિપલ ગૃહમાં વિપક્ષના નેતા બન્યાં હતા
એકનાથ શિંદે 1997માં થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી કાઉન્સિલર તરીકે ચૂંટાયા અને 2001માં મ્યુનિસિપલ ગૃહમાં વિપક્ષના નેતા બન્યાં. ત્યારબાદ ફરીથી વર્ષ 2002માં બીજી વખત કાઉન્સિલર બન્યા. આ ઉપરાંત ત્રણ વર્ષ સુધી પાવરફૂલ સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય રહ્યાં. જો કે, બીજી વખત કાઉન્સિલર પસંદ થયા બાદ બે વર્ષ બાદ ધારાસભ્ય બની ગયા. પરંતુ શિવસેનામાં વર્ષ 2000 બાદ રાજકીય બુલંદી સર કરી શક્યા.