ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના કોટેચા ચોક નજીક આવેલી માતૃશ્રી વીરબાઈમા કોલેજ ખાતે સીપીઆર ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતભરમાં વધતા જતા હૃદયરોગના હુમલાને અટકાવવા માટે તાત્કાલિક અસરથી કોઈપણ દર્દીને ઈઙછ આપી શકાય તે માટે ઈઙછ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં ક્રિકેટ સહિત રમતો અને નાચતાકૂદતા યુવાઓમાં હાર્ટએેટેકનું પ્રમાણ તાજેતરમાં વધી રહ્યું હોવાનું સામે આવ્યું છે.
- Advertisement -
એક તારણ મુજબ કોરોનાની ગંભીર મહામારી પછી યુવાનોમાં હાર્ટએટકનું પ્રમાણ વધી રહ્યું હોવાનું ધ્યાનમાં આવ્યું છે. આ તકે રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય ડો.દર્શિતા શાહ અને તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ વિદ્યાર્થીઓને આ પ્રકારની બીમારી કે સ્થિતિનો સામનો કરનારને તાત્કાલિક સારવાર મળી રહે તેવા હેતુથી વિદ્યાર્થીઓને પમ્પિંગ કરતા શીખડાવવામાં આવ્યું હતું. સીપીઆનું સંપૂર્ણ સ્વરૂપ કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન છે.
આ એક જીવન રક્ષક તકનીક છે, જેનો ઉપયોગ હાર્ટ એટેક દરમિયાન કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિનું હૃદય ધબકતું બંધ થઈ જાય તો ઘરેથી હોસ્પિટલ જતી વખતે જીવન બચાવવાનું કામ કરે છે.