ઊનાના કાણેકબરડા ગામે જાહેરમાં જુગાર રમતા કુલ આઠ ઇસમોને જુગાર સાહિત્ય સાથે રૂા.37120ના મુદ્દામાલ સાથે રેઇડ દરમિયાન ઝડપાયા હતા. ઊના પોલીસ સ્ટેશનનાં સર્વેલન્સ સ્કવોર્ડને મળેલી હકિકતના આધારે કાણેકબરડા ગામે જુગારની રેઇડ કરી હતી. જેમાં જાહેરમાં જુગાર રમતા 8 ઇસમો બહાદુરસિંહ રાઠોડ, ધીરૂ પરમાર, જગદીશ સોલંકી, હરીસિંહ ગોહિલ, ભગવાન વાગડીયા, માધુભાઇ સોલંકી, દિવ્યેશ પટેલ અને ભરતસિંહ રાઠોડને રોકડ રૂા.37120ના મુદ્દામાલ સાથે ઝડપીને જુગારધારા હેઠળ ધોરણસરની કાર્યવાહી કરેલ હતી.
ઊનાના કાણેકબરડા ગામેથી જાહેરમાં જુગાર રમતા આઠ ઇસમો ઝડપાયા

You Might Also Like
Follow US
Find US on Social Medias