રાજકોટની તમામ શાળામાં 26, 27 જૂન ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઇ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાતનું એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે, ક્ધયા કેળવણીને પ્રોત્સાહન મળે તેવા શુભ હેતુથી ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવે છે. જેના ભાગ રૂપે ચાલુ વર્ષે પણ ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યુ છે. રાજકોટ મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 26 અને 27 જૂનના રોજ રાજકોટ શહેરની તમામ શાળાઓમાં ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. જેમાં 26 જૂનના રાજકોટ મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નં.48, 51, 62 અને પી. એન્ડ ટી.વી. શેઠ હાઈસ્કુલ તેમજ 27 જૂનના રોજ પ્રાથમીક શાળા નં. 65 અને કાન્તા સ્ત્રી વિકાસ ગ્રુહ ગર્લ્સ હાઈસ્કુલમા કાર્યક્રમો યોજાયા હતા. જેમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાના અધ્યક્ષ સ્થાને ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમાંમા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમન વિક્રમભાઈ પુજારા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સદસ્ય જયદીપભાઈ જળું, શહેર ભાજપનાં પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ, અને વોર્ડ નં.14નાં કોર્પોરેટર નીલેશભાઈ જળું અને વર્ષાબેન રાણપરા, વોર્ડ નં.14નાં પ્રભારી જીગ્નેશભાઈ જોષી, વોર્ડ નં.14નાં મહામંત્રી કેયુરભાઈ મશરૂ તેમજ આ વિસ્તારના ભાજપના અગ્રગણીઓ, વાલીઓ તથા શાળાઓના આચાર્ય અને શાળા પરિવાર સહિતના હાજર રહ્યા હતા અને નવા પ્રવેશ લેનાર બાળકોનું ઉષ્માભેર સ્વાગત કરી આવશ્ર્યા હતા તેમજ દરેક બાળકને શૈક્ષણિક કીટ આપીને પ્રોસાહિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સાંસદ રામભાઈ મોકારીયાએ જણાવ્યુ હતું કે શિક્ષણ અને કેળવણીએ જીવનનો પાયો છે. અને તેનાથી દેશના ભાવી નાગરિકોનું ઘડતર થાય છે. દેશના ઉજળા ભવિષ્ય અને દેશની પ્રગતિનો આધાર દેશની કેળવણી ઉપર છે. પ્રવેશને પાત્ર બાળકોનું 100 ટકા નામાંકન થાય તેમજ ડ્રોપ આઉટ રેશિયો શૂન્ય લઇ જવાનો લક્ષ્યાંક છે. તેમ જણાવી તેમણે દેશના ભાવી નાગરીકોને ઉસ્માભર્યા આવકાર સાથે અભિનંદન પાઠવી, શિક્ષકો અને શિક્ષણ સાથે જોડાયેલા કર્મચારી અને અધિકારીઓને પણ અભિનંદન આપ્યા હતા.