ખાસ-ખબર સંવાદદાતા
કોડીનારનાં જંત્રાખડી ગામની ઘટનાને લઇ જૂનાગઢમાં તમામ સમાજનાં લોકોએ આવેદન પત્ર પાઠવ્યું હતું અને નરાધમને ફાંસીની સજા આપવા માંગ કરી હતી. આવેદન આપતી વખતે મોટી સંખ્યામાં લોકો જોડાય હતાં.
કોડીનાર તાલુકાના જંત્રાખડી ગામમાં આઠ વર્ષની માસૂમ બાળ પર દુષ્કર્મ ગુજારી તેની હત્યાની ઘટનાથી સમગ્ર રાજયમાં નરાધમ સામે ફિટકારની લાગણી વરસી રહી છે. આ નરાધમ પકડાઇ ગયો છે.
ભવિષ્યમાં કોઇ પણ સમાજની દીકરી સાથે આવી ઘટના ન બને તે માટે દાખલો બેસાડવા માટે આ ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ફલાવવામાં આવે અને નરાધમને ફાંસી આપવામાં આવે આ હેવાનને ફાંસી સિવાય બીજી કોઇ સજાન હોઇ શકે એવી માંગ સાથે જૂનાગઢ દાશનામ ગોસ્વામી સમાજ, પટેલ સમાજ, બ્રહ્મ સમાજ, રામાનંદી સમાજ, કોળી સમાજ, રબારી સમાજ, આહીર સમાજ સહિતના સમાજના લોકોએ તેમજ વિશ્ર્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા કલેકટર મારફત ગૃહમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.