બંધારણના ઘડવૈયા-મહાપુરૂષની જન્મજયંતિની ઉજવણી
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની આજે ભવ્યતાથી ઉજવણી કરવામાં આવી રહી છે. આજે ‘ડો. બાબાસાહેબ આંબેડકર અમર રહો.ના ગગનભેદી નાદ ગુંજ્યા છે.
રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા તમામ તાલુકાઓના પુષ્પાંજલી અને સેવાકીય કાર્યક્રમો યોજાશે. ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાહર અર્પણ કરી કૃતજ્ઞતા પ્રગટ કરશે. મોરબીમાં આજે સ્ટેશન રોડ ઉપર આવેલ વણકર સમાજની વાડી ખાતેથી સવારે 9 કલાકે રેલી નીકળી હતી અને મુખ્યમાર્ગો પર ફરશે તથા સ્વયં સૈનિક દળ દ્વારા સવારે 8 વાગ્યે રોહિદાસપરથી રેલી નીકળી શહેરના મુખ્યમાર્ગો પર ફરી ગાંધી ચોક પાસે આવેલ.ડો.બાબાસાહેબના સ્ટેચ્યુ પાસે પુરી થશે અને ઠેરઠેર ભીમ ભજનનું આયોજન કરવામાં આવ્યું છે.
- Advertisement -