એક અધ્યયનમાં જાણવા મળ્યું છે કે દર અઠવાડિયે ઓછામાં ઓછા પાંચ ટુકડા ડાર્ક ચોકલેટનું સેવન કરવાથી સ્વાસ્થ્યની અમુક સમસ્યાઓ ઘટાડી શકાય છે.
જો તમે લાંબા સમયથી માની લીધું છે કે તમારે સ્વસ્થ રહેવા માટે સ્વાદિષ્ટ ખોરાકથી વંચિત રહેવું જોઈએ, તો બીએમજેમાં પ્રકાશિત થયેલ એક નવો અભ્યાસ સારા સમાચાર આપે છે કે ડાર્ક ચોકલેટ ખાવાથી ટાઇપ-2 ડાયાબિટીસ થવાનાં જોખમમાં ઘટાડો થાય છે.
હાર્વર્ડ ટીએચ ચાન સ્કૂલ ઑફ પબ્લિક હેલ્થના ન્યુટ્રિશન અને એપિડેમિઓલોજીના સહયોગી પ્રોફેસર અને અભ્યાસનાં મુખ્ય તપાસકર્તા ડો. ક્વિ સને ચેતવણી આપી હતી કે, ડાર્ક ચોકલેટને ડાયાબિટીસને રોકવા માટે “મેજિક બુલેટ” ગણવી જોઈએ નહીં. પરંતુ તારણો ડાર્ક ચોકલેટના વપરાશ અને હાઈ બ્લડ પ્રેશર, કાર્ડિયોવેસ્ક્યુલર રોગ અને ઇન્સ્યુલિન પ્રતિકાર જેવી કેટલીક સ્વાસ્થ્ય પરિસ્થિતિઓના ઘટાડેલા જોખમો દર્શાવે છે. તેમણે કહ્યું કે પરિણામો સૂચવે છે કે થોડી ડાર્ક ચોકલેટ તંદુરસ્ત આહારનો ભાગ બની શકે છે.
- Advertisement -
અભ્યાસમાં શું મળ્યું ?
1980 ના દાયકાના મધ્યમાં અને 1990 ના દાયકાની શરૂઆતમાં, સંશોધકોએ આરોગ્ય સંસોધન માટે ત્રણ લોકોનાં જૂથોનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું હતું. જેમાં દર ચાર વર્ષે, 190000 થી વધુ સહભાગીઓએ વિગતવાર આહાર પ્રશ્ર્નાવલિ પૂર્ણ કરી, જેમાં પૂછવામાં આવ્યું કે તેઓ કેટલી વાર ચોકલેટ ખાય છે.
2006 અને 2007 ની શરૂઆતથી, જૂથના આધારે, સંશોધકોએ પ્રશ્ર્નાવલિમાં ફેરફાર કરીને પૂછ્યું કે સહભાગીઓ કેટલી વાર ડાર્ક ચોકલેટ અને મિલ્ક ચોકલેટ ખાય છે. તેઓએ 34 વર્ષ સુધી સહભાગીઓના સ્વાસ્થ્યનું મૂલ્યાંકન કર્યું હતું.
તે સમય દરમિયાન, લગભગ 19000 સહભાગીઓને ટાઇપ-2 ડાયાબિટીસ થયો હતો. તેમની જીવનશૈલીના અન્ય પાસાઓ જેમ કે વ્યાયામ, આલ્કોહોલનું સેવન, ધૂમ્રપાન અને તેમનાં આહારની એકંદર આરોગ્યપ્રદતા તેમજ તેમની ઉંમર અને ડાયાબિટીસનો કૌટુંબિક ઈતિહાસ, પરથી સંશોધકોએ શોધી કાઢ્યું કે જે લોકોએ ઓછામાં ઓછા પાંચ ટુકડા ડાર્ક ચોકલેટ ખાધી તેઓને ટાઇપ-2 ડાયાબિટીસ થવાનું જોખમ 10 ટકા ઓછું થયું હતું.
પરંતુ જ્યારે તેઓએ લગભગ 112000 લોકોનાં ડેટાનું મૂલ્યાંકન કર્યું ત્યારે સંશોધકોએ શોધી કાઢ્યું કે જેઓ અઠવાડિયામાં ઓછામાં ઓછા પાંચ ટુકડા ડાર્ક ચોકલેટનું સેવન કરે છે તેમનાં ડાયાબિટીસનું જોખમ 21 ટકા સુધી ઓછું થયું હતું.
- Advertisement -
સંશોધનમાં એ સાબિત થયું નથી કે આ સ્વાસ્થ્ય લાભ માટે ચોકલેટ જ જવાબદાર છે. કદાચ આ લોકો વધુ કસરત કરે છે અથવા ડોક્ટરોએ આપેલી દવાઓનું સેવન કરતાં હશે.
ડાર્ક ચોકલેટ શા માટે ઉપયોગી ?
ડોક્ટર સને જણાવ્યું કે ડાર્ક અને મિલ્ક ચોકલેટમાં સમાન માત્રામાં કેલરી, શર્કરા અને ચરબી હોય છે. પરંતુ ડાર્ક ચોકલેટમાં સામાન્ય રીતે વધુ કોકો હોય છે, જે તેનાં સ્વાસ્થ્ય લાભ માટે ચાવીરૂપ હોઈ શકે છે.
કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટરએ જણાવ્યું કે કોકો એ બીનનો અર્ક છે જે ફાઇબરથી ભરપૂર છે અને ફ્લેવોનોઇડ્સ નામનાં ફાયદાકારક સંયોજનો તેમાં રહેલાં હોય છે. સંશોધન સૂચવે છે કે ફ્લેવોનોઈડ્સમાં એન્ટીઑકિસડન્ટ અને એન્ટીઈનફ્લામેશન તત્વો હોય છે, જેનાથી સ્વાસ્થ્યને લાભ થાય છે.