હરિયાણાનાં રોહતક અને આસપાસનાં જિલ્લાઓમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતાં. આ આંચકા લગભગ 12:28 વાગ્યે શરૂ થયાં હતાં અને લગભગ પાંચ સેકન્ડ સુધી ચાલું રહ્યાં હતાં.
ભૂકંપના કારણે લોકો ભયભીત થઈ ગયાં હતાં અને પોતાનાં ઘર અને ઓફિસમાંથી બહાર આવી ગયાં હતાં. રોહતકના સેક્ટર-4 અને અન્ય વિસ્તારોમાં રહેતાં લોકોએ જોરદાર ભૂકંપના આંચકા બાદ એકબીજાને એલર્ટ કર્યા હતા. કેટલીક જગ્યાએ લોકો ઉદ્યાન અને ખુલ્લી જગ્યાઓમાં એકઠાં થયાં હતાં. આંચકા એટલા તીવ્ર હતા કે ઘણાં મકાનો અને ઈમારતો ધ્રૂજતી જોવા મળી હતી.
- Advertisement -
જો કે, ભૂકંપનું કેન્દ્ર અને તીવ્રતાની હજુ સુધી સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવી નથી, ન તો કોઈ જાનહાનિ અથવા સંપત્તિના નુકસાનની જાણ કરવામાં આવી છે. વહીવટીતંત્રે લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને સતર્ક રહેવાની અપીલ કરી છે.