મ્યાનમારના બર્મામાં આજે 6.1ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર, રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.1 નોંધાઇ હતી.
મ્યાનમારમાં બર્મામાં આજે સવારે 3:52 કલાકે 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવતા ધરતી ધ્રૂજી ઉઠી હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ બર્માથી 162 કિમી દૂર નોંધાયું હતું. ભૂકંપની ઊંડાઈ જમીનથી 140 કિમી નીચે હતી. ભૂકંપના આંચકા જોરદાર અનુભવાયા હતા પરંતુ હજુ સુધી કોઈ પણ પ્રકારની જાનહાનિ થયાના સમાચાર સામે નથી આવ્યા. આ અગાઉ કેન્દ્રશાસિત પ્રદેશ આંદામાન નિકોબારમાં પણ છેલ્લા 24 કલાકમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
- Advertisement -
24મી સપ્ટેમ્બરે આંદામાનમાં આવ્યો હતો ભૂકંપ
કેન્દ્રશાસિત પ્રદેશ આંદામાન-નિકોબારમાં પણ છેલ્લા 24 કલાકમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ટાપુ વિસ્તારમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 નોંધવામાં આવી હતી. કેન્દ્ર શાસિત પ્રદેશ આંદામાન-નિકોબારમાં શનિવારે બપોરે 2:30 કલાકે 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
An earthquake of magnitude 6.1 occurred today at around 3.52 am 162km NW of Burma, Myanmar. The depth of the earthquake was 140 km below the ground: National Center for Seismology pic.twitter.com/TLRmYDjpgA
- Advertisement -
— ANI (@ANI) September 30, 2022
લદ્દાખમાં 19 સપ્ટેમ્બરે ભૂકંપ આવ્યો હતો
19 સપ્ટેમ્બરે લદ્દાખમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ આંચકા લદ્દાખના કારગીલમાં સવારના 9:30 કલાકે અનુભવાયા હતા. જેની રિક્ટર સ્કેલ પર 4.3ની તીવ્રતા નોંધાઇ હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના અનુસાર, ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી 10 કિમી નીચે હતું. લદ્દાખમાં 16 સપ્ટેમ્બરે પણ ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા 4.8 હતી. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ અલ્ચી (લેહ) થી 189 કિમી ઉત્તરમાં હતું અને તેની ઊંડાઈ જમીનથી 10 કિમી નીચે હતી.
5મી જુલાઈના રોજ આંદામાનમાં ભૂકંપ આવ્યો હતો
આ અગાઉ 5મી જુલાઈના રોજ પણ આંદામાન-નિકોબારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા 5.0 નોંધાઇ હતી. સવારના 5:57 વાગ્યે આવેલા ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી ઉઠી હતી અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ આંદામાનની રાજધાની પોર્ટ બ્લેરથી લગભગ 215 કિમી દૂર હતું.