આજે ફરી ધણધણી ઉઠી કચ્છની ધરા, રિક્ટર સ્કેલ પર નોંધાઈ 3.3ની તીવ્રતા.
ગુજરાત હજી 2001નો કચ્છનો ભૂકંપ ભૂલ્યું નથી. જેણે છેક અમદાવાદ સુધી વિનાશ વેર્યો હતો અને હજારો લોકોના મોત થયા હતાં. ત્યાર પછી તો કચ્છમાં અવારનવાર નાના ભૂકંપના આંચકા અનુભવાય છે. કચ્છમાં ભૂકંપના નાના આંચકા તો સામાન્ય બની ગયા હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે આજે ફરી કચ્છની (Earthquake in kutch) ધરતી ધ્રુજી ઉઠતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારે કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં દોડાદોડી મચી હતી અને લોકો ઊંઘમાંથી ઉઠીને ઘરની બહાર દોડી આવ્યા હતા.
- Advertisement -
રિક્ટર સ્કેલ પર નોંધાઈ 3.3ની તીવ્રતા
આજે વહેલી સવારે કચ્છની ધરતી ધણધણી ઉઠી હતી. વહેલી સવારે અનુભવાયેલા ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.3ની નોંધાઈ છે. જ્યારે ભૂકંપનું કેન્દ્રબિંદુ દુધઈથી 19 કિલોમીટર દૂર નોંધાયું છે. હાલમાં કોઈપણ પ્રકારની જાનહાનિ કે આર્થિક નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. પરંતુ વારંવાર આવી રહેલા ભૂકંપના આંચકાને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
બનાસકાંઠામાં આવ્યો હતો ભૂકંપ
આપને જણાવી દઈએ કે, ગત 6 ઓગસ્ટે બનાસકાંઠા પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. બનાસકાંઠા પંથકમાં 6 ઓગસ્ટે વહેલી સવારે ભૂકંપ આવતા લોકો ફટાફટ પોત-પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.6ની નોંધાઈ હતી. જ્યારે ભૂકંપનું કેન્દ્રબિંદૂ રાજસ્થાનના ઝાલોર નજીક નોંધાયું હતું.